હર્ષવર્ધન રાણેની ‘દંગે’ હિન્દી અને તામિલમાં પહેલી માર્ચે રિલીઝ થવાની છે. આ ફિલ્મ બિજૉય નામ્બિયારે બનાવી છે. હિન્દી વર્ઝનમાં હર્ષવર્ધન રાણે સાથે એહાન ભટ્ટ, નિકિતા દત્તા અને ટી. જે. ભાનુ લીડ રોલમાં છે.
હર્ષવર્ધન રાણેની દંગે આ દિવસે થશે રિલીઝ
હર્ષવર્ધન રાણેની ‘દંગે’ હિન્દી અને તામિલમાં પહેલી માર્ચે રિલીઝ થવાની છે. આ ફિલ્મ બિજૉય નામ્બિયારે બનાવી છે. હિન્દી વર્ઝનમાં હર્ષવર્ધન રાણે સાથે એહાન ભટ્ટ, નિકિતા દત્તા અને ટી. જે. ભાનુ લીડ રોલમાં છે. તો તામિલ વર્ઝનનું ટાઇટલ ‘પોર’ રાખવામાં આવ્યું છે; જેમાં અર્જુન દાસ, કાલિદાસ જયરામ, ટી. જે. ભાનુ અને સંચના નટરાજન જોવા મળશે. આ ફિલ્મની સ્ટોરી ફ્રેન્ડશિપ, કલ્ચરલ આઇડેન્ટિટી અને પ્રતિસ્પર્ધક સાથેનો જોશ દેખાડશે. ફિલ્મને ટી-સિરીઝ, બિજૉય નામ્બિયાર, પ્રભુ ઍન્થની અને મધુ ઍલેક્ઝાન્ડરે પ્રોડ્યુસ કરી છે.