કિમ શર્મા સાથેના બ્રેકઅપનું કારણ મારુ DNA: હર્ષવર્ધન
ફાઈલ ફોટો
દોઢ વર્ષ પહેલા 'સનમ તેરી કસમ'થી બૉલિવૂડ ડેબ્યૂ કરનાર હર્ષવર્ધન રાણે અને કિમ શર્માનું બ્રેકઅપ થયુ હતું. આ બ્રેકઅપ બાબતે હર્ષવર્ધને કંઈક અલગ જ વાત કરી છે.
કિમ સાથેના બ્રેકઅપ અંગે વાત કરી હતી. તેણે બ્રેકઅપ માટે DNAને જવાબદાર ગણાવ્યા હતા. એક્ટરે કહ્યું કે, 'જે થયું એ ખોટું થયું, આ મારુ DNAમાં છે. એ વાત સ્પષ્ટ છે કે હું 12 વર્ષ સુધી સિંગલ રહ્યો છું. જરૂર કોઈ કારણ તો હશે, કારણ કે કારણ વગર કંઈ જ થતું નથી.'
ADVERTISEMENT
ટાઈમ્સ નાઉ સાથેની વાતચીતમાં હર્ષવર્ધને કહ્યું હતું, 'મેં તેને (કિમ) ડેટ કરવાનું શરૂ કર્યું હતું. તે આ પૃથ્વીની સૌથી સારી વ્યક્તિ છે. મેં તેની સાથે ઘણો જ સારો સમય પસાર કર્યો છે. મને લાગે છે કે આ મારું DNA છે, મારું વાયરિંગ છે, જેના માટે હું મારી જાતને જવાબદાર માનું છું.'
વધુમાં હર્ષવર્ધને કહ્યું હતું, 'રંગ દે બસંતી'નો એક સંવાદ છે કે 'આઝાદી મેરી દુલ્હન હૈ', તે જ રીતે હું કહીશ કે સિનેમા મારી દુલ્હન છે.'
હર્ષવર્ધન તથા કિમનું બ્રેકઅપ એપ્રિલ 2019માં થયું હતું. હર્ષવર્ધને સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કિમ સાથેના સંબંધોનો અંત આવ્યાની વાત કરી હતી. તેણે કહ્યું હતું, 'કે (કિમ) આભાર, મહાન આત્મા. આ અમેઝિંગ હતું. ભગવાન તારું અને મારું ભલું કરે. બાય.'

