હર્ષદીપ કૌર છે પ્રેગ્નન્ટ
હર્ષદીપ કૌર છે પ્રેગ્નન્ટ
સિંગર હર્ષદીપ કૌર પ્રેગ્નન્ટ છે અને તે માર્ચમાં બાળકને જન્મ આપશે. તેણે ગઈ કાલે ટ્વિટર પર ફોટો શૅર કરીને એ વિશે જાહેરાત કરી હતી. હર્ષદીપ કૌરે ૨૦૧૫ની ૨૦ માર્ચે તેના ચાઇલ્ડહૂડ ફ્રેન્ડ મનકીત સિંઘ સાથે લગ્ન કર્યાં હતાં. આ ફોટો શૅર કરીને હર્ષદીપે ટ્વીટ કર્યું હતું, ‘આ બાળકને મળવા માટે હું ખૂબ ઉત્સાહી છું જે અડધો મારો છે અને અડધો એ વ્યક્તિનો છે જેને હું લાઇફમાં સૌથી વધુ પ્રેમ કરું છું. જુનિયર કૌર/સિંઘ માર્ચમાં આવશે. તમારા આશીર્વાદની જરૂર છે.’