હરભજન સિંહના જીવન પરથી બનવાની છે ફિલ્મ
વિકી કૌશલ
ક્રિકેટરમાંથી કૉમેન્ટેટર બનેલા હરભજન સિંહની ઇચ્છા છે કે તેના જીવન પરથી ફિલ્મ બને અને એમાં તેનું પાત્ર વિકી કૌશલ ભજવે. લાડથી ભજ્જી તરીકે ઓળખાતા હરભજન સિંહને એક ઇન્ટરવ્યુમાં તેની બાયોપિક વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે એના માટેનું પ્લાનિંગ ચાલુ જ છે. તેણે કહ્યું હતું કે એક-દો અચ્છી કહાનિયાં હૈં જો મૈં ચાહતા હૂં કિ દુનિયા કે સામને આએ... તો મૈં જલ્દી હી અનાઉન્સ કરુંગા.