Happy Birthday Virat Kohli: વિરાટના ક્રિકેટ કરિયરની વાત કરીયે તો ઑગસ્ટ ૨૦૨૪માં ઇન્ટરનૅશનલ કરીઅરમાં ૧૬ વર્ષ પૂરાં કરનાર દિલ્હીના ક્રિકેટરે એવા અનેક રેકૉર્ડ તોડ્યા છે જે તોડવા મુશ્કેલ હતા.
વિરાટ કોહલી દીકરા અકાય અને દીકરી વામીકા સાથે (તસવીર: સોશિયલ મીડિયા)
ભારતના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી (Happy Birthday Virat Kohli) આજે પોતાનો 36 મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. કિંગ કોહલીના બર્થ-ડે પર દુનિયાભરના તેના ચાહકો સહિત અનેક સેલેબ્સે તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે. જોકે આ બધી શુભેચ્છાઓમાં સૌથી ખાસ છે તે વિરાટની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્માએ કરેલી પોસ્ટ જેણે હવે સોશિયલ મીડિયા પર દરેકનું ધ્યાન ખેંચ્યું છે. આ પોસ્ટમાં અનુષ્કાએ વિરાટની તેમના બાળકો વામીકા અને અકાય કોહલી સાથેની એક ક્યૂટ તસવીર પોસ્ટ કરી છે. આ તસવીર સાથે અનુષ્કાએ દીકરા અકાયની પહેલી ઝલખ બતાવી છે.
અનુષ્કા શર્માએ (Happy Birthday Virat Kohli) સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી તસવીરના કેપ્શનમાં હાર્ટ અને આંખોની ઈમોજી મૂકી છે. કેટલાક લોકો અનુષ્કાની પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે અને વિરાટને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. જ્યારે કેટલાક અકાય અને વામિકા પર પ્રેમ વરસાવી રહ્યા છે. એકે લખ્યું, `રાજા તેના પ્રિન્સ અને પ્રિન્સેસ સાથે.` ત્રીજાએ લખ્યું, `વામિકા ઘણી મોટી થઈ ગઈ છે.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન 11 ડિસેમ્બર 2017ના રોજ થયા હતા. લગ્નના ચાર વર્ષ પછી અનુષ્કાએ એક દીકરીને જન્મ આપ્યો, જેનું નામ તેમણે વામિકા રાખ્યું. અનુષ્કાએ તેની દીકરીના જન્મ પછી તેનો ચહેરો જાહેર ન કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, અનુષ્કા જ્યારે ક્રિકેટના (Happy Birthday Virat Kohli) મેદાનમાં વિરાટને ચીયર કરી રહી હતી ત્યારે તેની દીકરીનો ચહેરો કૅમેરામાં કેદ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં જ્યારે અનુષ્કા બીજી વખત પ્રેગ્નન્ટ થઈ ત્યારે તે લંડન ગઈ હતી. એટલું જ નહીં, તેણે લંડનમાં જ તેના દીકરાને જન્મ આપ્યો, જેનું નામ તેણે અકાય રાખ્યું છે.
View this post on Instagram
વિરાટના ક્રિકેટ કરિયરની વાત કરીયે તો ઑગસ્ટ ૨૦૨૪માં ઇન્ટરનૅશનલ કરીઅરમાં ૧૬ વર્ષ પૂરાં કરનાર દિલ્હીના ક્રિકેટરે એવા અનેક રેકૉર્ડ તોડ્યા છે જે તોડવા મુશ્કેલ હતા. ૧૦૦ સેન્ચુરી ફટકારનાર સચિન તેન્ડુલકરના (Happy Birthday Virat Kohli) ઘણા રેકૉર્ડ પોતાના નામે કરનાર વિરાટ કોહલી ૮૦ સેન્ચુરી સાથે આ લિસ્ટમાં બીજા ક્રમે છે. તેણે ટેસ્ટમાં ૨૯, વન-ડેમાં ૫૦ અને T20માં એક સેન્ચુરી ફટકારી છે. ૨૦૨૪માં કોહલીએ ૧૨ ટેસ્ટ-ઇનિંગ્સમાં ૨૦.૭૨ની ઍવરેજથી ૨૨૧ રન બનાવ્યા છે. ૨૦૨૦માં તેની લોએસ્ટ ટેસ્ટ-બૅટિંગ ઍવરેજ ૧૯.૩૩ની હતી, જ્યારે આ વર્ષે માત્ર ૩ વન-ડે રમીને તેણે ૧૯.૩૩ની ઍવરેજથી ૫૮ રન જ બનાવ્યા છે. વન-ડેમાં એક કૅલેન્ડર યરમાં આ તેની લોએસ્ટ બૅટિંગ-ઍવરેજ છે. અગાઉ કહેવાતું હતું કે સચિનનો ૧૦૦ સેન્ચુરીનો રેકૉર્ડ કોહલી તોડશે, પણ હવે તે એક ફિફ્ટી ફટકારવા માટે પણ સંઘર્ષ કરી રહ્યો છે. તેના ખરાબ પ્રદર્શનને જોતાં કેટલાક ક્રિકેટર્સે તેને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ આપી હતી. તે છેલ્લે ૨૦૧૨માં ગાઝિયાબાદમાં ઉત્તર પ્રદેશ સામે છેલ્લી રણજી મૅચ રમ્યો હતો.