Happy Birthday Rani Mukerji : જાણો કેમ આમિરે માગી માફી
રાની મુખર્જી
બોલીવુડની 'મર્દાની' એટલે કે રાની મુખર્જીને પોતાના અવાજ માટે ઘણીવાર લોકોના વાતો સાંભળવી પડી હતી. આજે ઇન્ડસ્ટ્રીમાં તે પોતાના એ જ અવાજ માટે જાણીતી છે. હિન્દી સિનેમાને ઘણી હિટ ફિલ્મો આપનારી રાની મુખર્જીનો આજે જન્મદિવસ છે. આજે રાની મુખર્જી પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહી છે. એક ફિલ્મી પરિવાર સાથે સંબંધ ધરાવતી રાનીએ બાળપણથી જ પોતાના ઘરમાં ઍક્ટિંગનો માહોલ જોયો. શું તમે જાણો છો એક ફિલ્મના સેટ પર કંઇક એવું થયું હતું કે આમિર ખાને પોતે રાની મુખર્જીને ફોન કર્યો અને માફી માગી હતી. આજે એક્ટ્રેસના જન્મદિવસે તેની લાઇફ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો વિશે...
રાની મુખર્જીએ ફક્ત 16 વર્ષની ઉંમરમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. તેણે પોતાના કરિઅરમાં આજે ઘણી હિટ ફિલ્મો આપી છે. પણ એક સમય હતો જ્યારે તેનો અવાજ કોઇને પસંદ ન હતો. તે જ કારણસર તેને રિજેક્ટ કરવામાં આવી હતી. જણાવીએ કે ફિલ્મ 'ગુલામ' માટે તેના અવાજની ડબિંગ કરવામાં આવી હતી. તેના અવાજને ડબિંગ આર્ટિસ્ટ મોના શેટ્ટી પાસેથી ડબ કરાવવામાં આવ્યો હતો, પણ રાની મુખર્જીને તે અવાજ જરાય પસંદ ન હતો.
ADVERTISEMENT
એક ઇન્ટરવ્યૂમાં રાની મુખર્જીએ જણાવ્યું કે જ્યાં બધાં લોકો તેના અવાજનો મજાક ઉડાડતા હતા. અહીં સુધી કે એક્ટર આમિર ખાને પણ તેની સાથે કંઇક એવું જ કર્યું હતું. તો ફિલ્મમેકર કરણ જોહરે તેના અવાજ પર ભરોસો કર્યો અને તેને ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ' માટે સાઇન કરી. આ ફિલ્મમાં રાનીનો અવાજ સાંભળ્યા પછી આમિર ખાને ફોન પર તેની માફી માગી હતી.
ઉલ્લેખનીય છે કે રાનીના પિતા રામ મુખર્જી બંગાળી ફિલ્મોના નિર્દેશક હતા. તેણે પોતાના એક્ટિંગ કરિઅરની શરૂઆત રામ મુખર્જીની બંગાળી ફિલ્મ 'બિયેર ફૂલ' સાથે કરી હતી. તેના પછી રાની મુખર્જીએ બોલીવુડમાં વર્ષ 1997માં આવેલી ફિલ્મ 'રાજા કી આએગી બારાત' સાથે કરિઅરની શરૂઆત કરી. પણ તેને ઓળખ ફિલ્મ 'ગુલામ' દ્વારા મળી.

