હંસિકાએ ડિસેમ્બરમાં સોહેલ ખતૂરિયા સાથે ભવ્યતાથી લગ્ન કર્યાં હતાં
હંસિકા મોટવાણી
હંસિકા મોટવાણીની વેડિંગ ડૉક્યુમેન્ટરીને ડિઝની+હૉટસ્ટાર પર ટૂંક સમયમાં દેખાડવામાં આવશે. હંસિકાએ ડિસેમ્બરમાં સોહેલ ખતૂરિયા સાથે ભવ્યતાથી લગ્ન કર્યાં હતાં. એના ફોટો હંસિકાએ ઇન્સ્ટાગ્રામ પર પણ શૅર કર્યા હતા. હવે તેના ડ્રીમી વેડિંગની ઝલક લોકોને ડિજિટલ પ્લૅટફૉર્મ પર જોવા મળશે. તેનાં લગ્નની ડૉક્યુમેન્ટરીને ‘હંસિકાસ લવ શાદી ડ્રામા’ નામ આપવામાં આવ્યું છે. આ ડૉક્યુમેન્ટરીનો ફર્સ્ટ લુક હંસિકાએ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો હતો.