તેણે થોડા દિવસો અગાઉ જ જયપુરના મુન્દોતા ફોર્ટ અને પૅલેસમાં લગ્ન કર્યાં હતાં.
હંસિકા મોટવાણી વિએનામાં હસબન્ડ સોહેલ ખતુરિયા સાથે હનીમૂન મનાવી રહી છે
હંસિકા મોટવાણી વિએનામાં હસબન્ડ સોહેલ ખતુરિયા સાથે હનીમૂન મનાવી રહી છે. તેણે થોડા દિવસો અગાઉ જ જયપુરના મુન્દોતા ફોર્ટ અને પૅલેસમાં લગ્ન કર્યાં હતાં. સોહેલે તેને પૅરિસના આઇફલ ટાવર પર પ્રપોઝ કર્યું હતું. ભવ્યતાથી લગ્ન કર્યા બાદ તે વિએનામાં હસબન્ડ સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરી રહી છે. એ ટ્રિપના કેટલાક ફોટો તેણે સોશ્યલ મીડિયામાં શૅર કર્યા છે જ્યાં તેમણે ક્રિસમસ સેલિબ્રેશન કર્યું હતું.