Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હંસલ મહેતાએ કરી આધાર કાર્ડ બનાવતા અધિકારીઓની નિંદા: આ એક પ્રકારનું હૅરૅસમેન્ટ છે

હંસલ મહેતાએ કરી આધાર કાર્ડ બનાવતા અધિકારીઓની નિંદા: આ એક પ્રકારનું હૅરૅસમેન્ટ છે

Published : 01 August, 2024 11:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મમેકર હંસલ મહેતાની દીકરીને આધાર કાર્ડ બનાવવામાં ખૂબ હેરાન થવું પડી રહ્યું છે

હંસલ મહેતા

હંસલ મહેતા


ફિલ્મમેકર હંસલ મહેતાની દીકરીને આધાર કાર્ડ બનાવવામાં ખૂબ હેરાન થવું પડી રહ્યું છે. એનો બળાપો સોશ્યલ મીડિયામાં કાઢતાં તેમણે એને એક પ્રકારનું હૅરૅસમેન્ટ જણાવ્યું છે. દીકરીને કેટલી પરેશાન કરવામાં આવે છે એ વિશે હંસલ મહેતાએ માહિતી આપી હતી. એથી અનેક લોકોએ પણ પોતાને થયેલી પજવણીના અનુભવો શૅર કર્યા હતા. તો કેટલાકે હંસલ મહેતાને વણમાગી સલાહ પણ આપી હતી. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર હંસલ મહેતાએ લખ્યું કે ‘મારી દીકરી છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી આધાર કાર્ડ માટે અપ્લાય કરવાનો પ્રયાસ કરી રહી છે. અંધેરી ઈસ્ટમાં વરસતા વરસાદમાં ઘણુંબધું વેઠવું પડ્યું હતું અને સિનિયર મૅનેજર તેને સતત વિવિધ બહાનાંઓ બતાવીને ઘરે પાછી મોકલી રહ્યા છે. તેઓ કહે છે ‘આ સાઇન કરો, તે ડૉક્યુમેન્ટ્સ લઈને આવો, સ્ટૅમ્પ બરાબર નથી કરેલો, તારી આજની અપૉઇન્ટમેન્ટ નથી, હું એક અઠવાડિયાની રજા પર છું.’ આ ખૂબ જ નિરાશાજનક અને એક પ્રકારનું હૅરૅસમેન્ટ છે.’


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2024 11:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK