હંસલ મેહતાએ (Hansal Mehta Tweeted) ટ્વીટ કરીને ક્રિકેટર રિષભ પંતની (About Rishabh Pant`s New Add) નવી જાહેરાતને લઈને વાંધો ઉઠાવ્યો છે. તેમણે આ જાહેરાતને `ઘૃણાસ્પદ` (Disgusting) અને `અપમાનજનક` (Disrespectful) જણાવી છે.
હંસલ મેહતા (ફાઈલ તસવીર)
ફિલ્મમેકર હંસલ મેહતા (Filmmaker Hansal Mehta) સોશિયલ મીડિયા (Active on Social Media) પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અનેક મુદ્દે સ્પષ્ટતાથી પોતાનો મત રજૂ કરે છે. હંસલ મેહતાએ (Hansal Mehta Tweeted) ટ્વીટ કરીને ક્રિકેટર રિષભ પંતની (About Rishabh Pant`s New Add) નવી જાહેરાતને લઈને વાંધો ઉઠાવ્યો છે. તેમણે આ જાહેરાતને `ઘૃણાસ્પદ` (Disgusting) અને `અપમાનજનક` (Disrespectful) જણાવી છે. આ જાહેરાતમાં રિષભ પંતને (Rishabh Pant) શાસ્ત્રીય ગાયક બનતો બતાવાવમાં આવ્યો છે કે ખૂબ જ ખરાબ ગાય છે. આ દરમિયાન જ તે વિકેટકીપરની જેમ બૉલ પકડવા ઉછળે છે. હંસલ મેહતાએ આને ભારતની સંગીતકળાનું અપમાન ગણાવ્યું છે.
જાણો શું કહ્યું હંસલ મેહતાએ
રિષભ પંતે ડ્રીમ 11 માટે આ જાહેરાત કરી છે. રિષભ પંતને વિચારતો બતાવવામાં આવ્યો છે કે જો કે ક્રિકેટર ન હોત તો શું હોત. પછી તે એક શાસ્ત્રીય ગાયકની વેશભૂષામાં આવે છે. આ એક કાલ્પનિક દ્રશ્ય છે. તે માઈક સામે આવે છે અને ખૂબ જ ખરાબ ગાય છે અને પછી વિકેટકીપિંગ કરે છે. `શાહિદ` ફેમ નિર્દેશક હંસલ મેહતાએ આ જાહેરાતને ખસેડવાની માગ કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, "આ એક ખૂબ જ ઘૃણાસ્પદ અને અપમાનજનક કમર્શિયલ છે. પોતાને પ્રદર્શિત કરો પણ આટલી સમૃદ્ધ પરંપરા અને કળાની મશ્કરી કરવાની કિંમતે નહીં. હું ડ્રીમ 11ને આ જાહેરાત ખસેડવાની માગ કરું છું."
ADVERTISEMENT
This is a disgusting and disrespectful commercial. Pimp yourself but not at the cost of ridiculing art and it’s rich traditions. I demand that @Dream11 pulls this down. pic.twitter.com/a9KIs23heL
— Hansal Mehta (@mehtahansal) December 10, 2022
લેખકે આપ્યો જવાબ
હંસલ મેહતાના ટ્વીટ પર લેખક મુનીશ ભારદ્વાજે જવાબ આપ્યો, "આ ખરાબ છે, ચોક્કસપણે માનું છું પણ તેમ છતાં આને ખસેડવાની જરૂર નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતા ત્યા સુધી હોવી જોઈએ જ્યાં સુધી તે હિંસા કે કોઈને નુકસાન નથી પહોંચાડતી. કળા અને તેની સમૃદ્ધ પરંપરાઓ હંમેશાં રહેશે પણ આ પ્રકારની મૂર્ખામીભરેલ જાહેરાત ટૂંક સમયમાં જ ભૂલાવી દેવામાં આવશે."
આ પણ વાંચો : પોતાનું કયું સપનું પૂરું કરવા કતાર પહોંચી માનુષી?
અન્ય હસ્તીઓએ પણ વ્યક્ત કરી સહેમતિ
આગળ હંસલ મેહતાએ તેમને જવાબ આપ્યો, "ચોક્કસ રીતે મુનીશ. તમારી પાસે વિચારવાનો અધિકાર છે. હું આનાથી દુઃખી છું અને મને મારી વાત કહેવાનો અધિકાર છે." મુનીશે કહ્યું, "હું હજી વધારે વાદવિવાદ નહીં કરી શકું. પણ અમે બધા સહેમત છીએ કે આ ખૂબ જ ખરાબ છે."
આ પણ વાંચો : પારંપરિક પરિધાનમાં આમિર
હંસલ મેહતાના ટ્વીટ પર રિએક્શન આપતા નિર્દેશન ઓનિર, સંગીતકાર શાંતનુ મોઈત્રા અને સિંગર કૌશિકીએ પણ સહેમતિ દર્શાવી છે.