Hamare Baarah Actor Annu Kapoor: સંજય લીલા ભણસાલીની ડિરેક્ટર ફિલ્મ `પદ્માવત`ને લઈને દેશમાં મોટો વિવાદ વકાર્યો હતો
અનુ કપૂર અને સંજય લીલા ભણસાલી
બૉલિવૂડ ફિલ્મ અભિનેતા અનુ કપૂરે (Hamare Baarah Actor Annu Kapoor) હિન્દી સિનેમાના પ્રખ્યાત ડિરેક્ટર સંજય લીલા ભણસાલી પર હિંદુઓનો મજાક ઉડાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. અનુ કપૂરે કહ્યું હતું કે “સંજય લીલા ભણસાલીએ હંમેશા હિંદુઓના ભાવનાઓની મજાક ઉડાવી છે. પોતાની આગામી ફિલ્મ `હમારે બારાહ`ના એક પ્રમોશન ઈવેન્ટ દરમિયાન અનુ કપૂરે આ મોટો આરોપ લગાવતાં. આ સાથે તેમણે કહ્યું કે `પદ્માવત` ફિલ્મમાં પણ ભણસાલીએ હિંદુઓનો મજાક ઉડાવ્યો હતો.
અનુ કપૂરે કહ્યું કે સંજય લીલા ભણસાલીની (Hamare Baarah Actor Annu Kapoor) ચપ્પલ બુટથી પણ પિટાઈ કરવામાં આવી હતી. હું કોઈ પણ ધર્મમાં વિશ્વાસ રાખતો નથી. હું નાસ્તિક છું, અને હું ક્યારેય પણ ધર્મીય ચર્ચામાં પડતો નથી. અનુ કપૂરે કહ્યું હતું કે “ફિલ્મ બિઝનેસથી ઘણા લોકોના પરિવાર ચાલે છે. ફિલ્મના કારણે બધા લોકો પોતાનું જીવન સરળતાથી જીવે છે. ફિલ્મમાં પ્રોડ્યુસરના પૈસા લગાડવામાં આવે છે, અમારી કોશિશ રહે છે કે ફિલ્મ સફળ થાય અને પ્રોડ્યુસરને લાભ મળે.
ADVERTISEMENT
અનુ કપૂર તેમની આગામી ફિલ્મ `હમારે બારાહ`ને (Hamare Baarah Actor Annu Kapoor) લઈને અનેક વિવાદોમાં ઘેરાયા છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદ મોટો હોબાળો મચ્યો હતી અને એક વિશેષ સમુદાયને લોકોએ ફિલ્મને બૅન કરવામાં આવે એવી અરજી હાઈ કોર્ટમાં કરી હતી, પણ બોમ્બે હાઈ કોર્ટએ ફિલ્મને રિલીઝ કરવા માટે લીલી ઝંડી આપતા આ ફિલ્મ આવતી કાલે એટલે કે 21 જૂનના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.
અહીં તમને જણાવવાનું કે સંજય લીલા ભણસાલીની ડિરેક્ટર ફિલ્મ `પદ્માવત`ને લઈને દેશમાં મોટો વિવાદ વકાર્યો હતો. સંજય લીલા ભણસાલીએ ફિલ્મમાં મહારાણી પદ્માવતીનું અપમાન કરી મુઘલ સેનાપતિ અલ્લાઉદ્દીન ખીલજીને હીરો (Hamare Baarah Actor Annu Kapoor) બતાવવામાં આવ્યો હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો. આ વિવાદ આટલો બધો વકાર્યો હતો કે સંજય લીલા ભણસાલીને એક વ્યકતીએ થપ્પડ પણ મારી દીધો હતો તેમ જ અદાલતમાં પણ ફિલ્મને બૅન કરવાની અરજી કરવામાં આવી હતી. જો કે આ ફિલ્મમાં મહારાણી પદ્માવતીનું અપમાન કરવામાં આવ્યું હોય એવું કઈ પણ દર્શાવવામાં આવ્યું ન હોવાથી અદાલતે ફિલ્મને રિલીઝ કરવાની પરવાનગી આપી હતી.
`પદ્માવત` થિયેટરમાં રિલીઝ (Hamare Baarah Actor Annu Kapoor) થયા બાદ ફિલ્મને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી તેમ જ આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર પણ મબલખ કમાણી કરી હતી. જો કે ઉલ્લેખનીય છે કે જે અનુ કપૂરે સંજય લીલા ભણસાલી પર ટીકા કરી છે તેમની ફિલ્મ ‘હમારે બારહ’ને રિલીઝ નહીં થવા દેવાની માગણી કરવામાં આવી રહી છે. આ ફિલ્મના એક્ટર્સને રેપ અને જાનથી મારી નાખવાની પણ ધમકીઓ આપવામાં આવી રહી છે, જેથી ફિલ્મ આવતી કાલે રિલીઝ થયા બાદ શું વિવાદ થશે તે જોવાનું રહેશે.

