શહનાઝ ગિલ સાથે રિલેશનશિપમાં હોવાની ચર્ચા વિશે શું કહ્યું ગુરુ રંધાવાએ?
ગુરુ રંધાવા
ગુરુ રંધાવાને એ વાત ખૂબ જ પસંદ છે કે લોકો તેની ડેટિંગ-લાઇફ વિશે ચર્ચા કરે. તે હાલમાં શહનાઝ ગિલને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. તેમણે એક ગીતમાં સાથે કામ પણ કર્યું છે. શહનાઝ પહેલાં સિદ્ધાર્થ શુક્લા સાથે રિલેશનશિપમાં હતી. જોકે સિદ્ધાર્થના મૃત્યુ બાદ તેને એમાંથી બહાર આવતાં ખૂબ જ સમય લાગ્યો હતો. તે હવે લાઇફમાં આગળ વધી રહી છે. શહનાઝ સાથેની રિલેશનશિપ વિશે પૂછતાં ગુરુ કહે છે, ‘લોકો મારી ડેટિંગ-લાઇફ વિશે વાત કરે તો મને એ ખૂબ જ ગમે છે. ફૅન્સ દુનિયાભરની સુંદર છોકરીઓ સાથે મારું નામ જોડતા રહે છે. મને એ ખૂબ જ પસંદ છે. દરેકને આવું અટેન્શન જોઈતું હોય છે. હું ઇચ્છુ છું કે લોકો મારી લવ-લાઇફ વિશે સતત ચર્ચા કરે. હું હાલમાં કોઈને ડેટ ન કરી રહ્યો હોઉં તો પણ આ સમાચારને કારણે કદાચ હું સાચે જ કોઈને જલદી ડેટ કરીશ. જો કોઈ છોકરી આ વાંચી રહી હોય તો હું સિંગલ છું અને કોઈ છોકરો વાંચી રહ્યો હોય તો હું રિલેશનશિપમાં છું.’

