તેઓ ‘બૅડ મૅન’ તરીકે જાણીતા હતા
ગુલશન ગ્રોવર
ગુલશન ગ્રોવરનું કહેવું છે કે તેમની કરીઅર ખતમ કરવા માટે અનેક લોકો તૈયાર રહેતા હતા. ગુલશને સો ફિલ્મોમાં કામ કર્યું છે અને કેટલાય અવૉર્ડ્સ પણ મેળવ્યા છે. તેઓ ‘બૅડ મૅન’ તરીકે જાણીતા હતા. તેઓ કમલ હાસન સાથે ‘ઇન્ડિયન 2’માં દેખાશે. પોતાની ઍક્ટિંગ કરીઅરમાં થયેલા અનુભવો વિશે ગુલશન ગ્રોવરે કહ્યું કે ‘મારી કરીઅર દરમ્યાન મારો એક વિરોધી નહોતો, પરંતુ અનેક વિરોધીઓ હતા. તેઓ પ્રોડ્યુસરને પૈસા આપતા હતા. જોકે એ ઑફર પહેલાં જ મેં મને આપવામાં આવેલી હીરોના રોલની અનેક ફિલ્મોની ઑફર ઠુકરાવી દીધી હતી. હું રિજેક્ટ કરાયેલો હીરો નહોતો. હું મારી પસંદથી જ વિલન બન્યો હતો. હું આજીવન કામ કરવા માગું છું. હું એવા રોલ્સ પસંદ કરવા માગું છું જે મારી ઉંમર, લુક અને મારી પર્સનાલિટીને શોભે. સાથે જ એ અઘરા અને ચૅલેન્જિંગ પણ હોય.’

