બૉલીવુડના સ્ટાર્સ દેખાડો કરવામાં હંમેશાં આગળ હોય છે: ગુલશન દેવૈયા
ગુલશન દેવૈયા
ગુલશન દેવૈયાનું માનવું છે કે બૉલીવુડ-સ્ટાર્સ દેખાડો કરવામાં આગળ હોય છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે કન્નડ સુપરસ્ટાર યશે ‘KGF ચૅપ્ટર 2’ માટે પોતાની ફી ડબલ કરી નાખી છે. એના સંદર્ભમાં ટ્વિટર પર ગુલશને ટ્વીટ કર્યું હતું કે ‘૮૦ના દાયકામાં જો કલાકારો પોતાની આવક વિશે પબ્લિસિટી કરવા લાગે તો તેમને તરત જ કોઈ ભાઈનો ખંડણી માટે કૉલ આવી જતો હતો. સમય હવે બદલાઈ ગયો છે જે સારું પણ છે, પરંતુ ‘શોઇંગ ઑફ’ હજી પણ છે. બૉલીવુડના સ્ટાર્સ આજે પણ આવા પ્રકારનો ભપકો દેખાડવામાં અગ્રેસર હોય છે. કોઈ પ્રત્યે અપમાનની લાગણી નથી, આ તો મારું નિરીક્ષણ છે.’

