એ ઘટનાને દેખાડતી તેની ફિલ્મ ‘જોગી’ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે
દિલજિત દોસંજ
દિલજિત દોસંજે જણાવ્યું છે કે તે બાળપણથી ૧૯૮૪માં થયેલી સિખોના નરસંહારની સ્ટોરી સાંભળતો આવ્યો છે. તેનો જન્મ પણ ૧૯૮૪માં થયો હતો. એ ઘટનાને દેખાડતી તેની ફિલ્મ ‘જોગી’ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. એ ઘટના વિશે દિલજિતે કહ્યું કે ‘મારો જન્મ ૧૯૮૪માં થયો હતો. નરસંહારની એ સ્ટોરી હું સાંભળતાં-સાંભળતાં મોટો થયો છું. એના પર મને વિશ્વાસ નહોતો. હું જ્યારે મોટો થયો, જોયું અને એ ઘટના વિશે સાંભળ્યું ત્યારે જાણ થઈ કે ખરેખર આવું ઘટ્યું હતું. એથી એ બધી સ્ટોરીઝને મારી ફિલ્મમાં આવરી લેવામાં આવી છે. આ સ્ટોરી વાસ્તવિક છે. એમાં કંઈ પણ કાલ્પનિક નથી. ૧૯૮૪માં જે ઘટ્યું એના જે સાક્ષી હતા તેઓ આ સ્ટોરી સાથે રિલેટ કરી શકશે અને નવી પેઢીને એના વિશે જાણવા મળશે.’