Govindaએ આપી જન્મદિવસની પાર્ટી, આ ગીત પર કર્યો ડાન્સ, જુઓ વીડિયો
તસવીર સૌજન્ય જાગરણ
હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા ગોવિંદાએ રવિવારે રાતે પોતાના ઘરે જન્મદિવસની પાર્ટી આપી, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહ્યા છે. આ વીડિયોઝમાં ગોવિંદાને તેની હિટ ફિલ્મો હીરો નંબર 1 અને ફિલ્મ કુલી નંબર 1ના ગીતો પર ડાન્સ કરતા જોવા મળે છે. 90ના દાયકામાં આવેલી તેની કૉમેડી ફિલ્મોમાં સાથે રહેલા શક્તિ કપૂર અને પત્ની સુનીતા આહૂજા પણ આ વીડિયોઝમાં ચી-ચી સાથે દેખાય છે.
View this post on Instagram
ADVERTISEMENT
21 ડિસેમ્બરના ગોવિંદાએ ઉંમરનો 57નો પડાવ પાર કરી લીધો છે, જેનો ઉત્સવ ગોવિંદાએ દિલ ખોલીને ઉજવ્યો. વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ફોટોગ્રાફર વીરલ ભાયાણીએ શૅર કર્યો છે. વીડિયોમાં કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય પણ ગોવિંદા સાથે ગોરિયા ચુરા ના મેરા જિયા... પર ડાન્સ કરે છે. કપિલ શર્મા પણ ગોવિંદાની બર્થ ડે પાર્ટીમાં મહેમાન બન્યો.
View this post on Instagram
90ના દાયકાના સૌથી મોટા એન્ટરટેનર ગોવિંદાએ 1986માં ફિલ્મ ઇલ્ઝામથી પોતાના કરિઅરની શરૂઆત કરી અને 2003માં રાજનીતિમાં આવતા પહેલા સુધી તેમણે બોલીવુડને અનેક હિટ ફિલ્મો આપી. ગોવિંદા અત્યાર સુધી લગભગ 165 ફિલ્મોમાં દેખાઇ ચૂક્યા છે અને કહેવામાં આવે છે કે ફિલ્મોમાં આવવાા એક વર્ષ પછી તેના સુનીતા આહૂજા સાથે લગ્ન થઈ ગયા. લગ્ન પછી ગોવિંદાની કિસ્મત પલટાઇ અને તેમના ખાતામાં કેટલીય હિટ ફિલ્મો આવી. ગોવિંદા સાથે અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલી કરિશ્મા કપૂરે તેની સાથે એક તસવીર પોસ્ટ કરી, જે કુલી નંબર 1ની છે. આ તસવીર સાથે લોકોએ લખ્યું- તુઝકો મિર્ચી લગી તો મેં ક્યા કરૂં.... સંયોગથી કુલી નંબર1નું આ ગીત આના રિમેકમાં પણ છે, જે સોમવારે જ રિલીઝ પણ કરવામા આવ્યું. આ ગીતમાં વરુણ ધવન અને સારા અલી ખાન ડાન્સ કરે છે.
Your films, dance, dialogues... your presence alone brings a smile on everyone's face including mine ? Sending you my best wishes on your birthday. Happy birthday ?@govindaahuja21 pic.twitter.com/CcyH1JaC0I
— Madhuri Dixit Nene (@MadhuriDixit) December 21, 2020
ગોવિંદાની કૉએક્ટ્રેસ રહી ચૂકેલી અભિનેત્રી રવીના ટંડન અને માધુરી દિક્ષીતે પણ અભિનેતા જન્મદિવસની વધામણી આપી છે.
View this post on Instagram
તેમના કરિઅરની કેટલીક યાદગાર ફિલ્મો છે, જેમાં સ્વર્ગ, ખુદગર્ઝ, હીરો નંબર 1, આન્ટી નંબર 1, દૂલ્હે રાજા, કુંવારા, રાજા બાબૂ, આંખે, પાર્ટનર વગેરે સામેલ છે. આ તે ફિલ્મો છે, જે આજે પણ જો ટીવી પર આવે તો, દરેક વ્યક્તિ આ ફિલ્મ જોવી પસંદ કરે છે. ગોવિંદાએ 2004 લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસથી ચૂંટણી લડી અને સાંસદ બન્યા. જો કે, 2008માં તેમણે રાજનીતિને અલવિદા પણ કહી દીધું છે.

