કૃષ્ણા અભિષેકે તેના મામા ગોવિંદા પર આરોપ મૂક્યા હતા કે નાનકડી વાતને કારણે તેના મામાએ તેમની સાથેના સંબંધો તોડી નાખ્યા છે.
ગોવિંદા અને કૃષ્ણા અભિષેક
ગોવિંદા અને કૃષ્ણા અભિષેક વચ્ચેના મતભેદ દૂર થયા હોય એવું લાગી રહ્યું છે. આ બન્ને વચ્ચે ઘણાં વર્ષોથી નાનીઅમથી બાબતને લઈને વિવાદ થયો હતો અને આજે એ વિવાદ એટલો મોટો થઈ ગયો છે કે તેઓ એકબીજાને મળવાનું તો દૂર પરંતુ વાતચીત પણ નથી કરતા. કૃષ્ણા અભિષેકે તેના મામા ગોવિંદા પર આરોપ મૂક્યા હતા કે નાનકડી વાતને કારણે તેના મામાએ તેમની સાથેના સંબંધો તોડી નાખ્યા છે. તો ગોવિંદાએ એ આરોપોનો ખોટા અને પાયાવિહોણા જણાવ્યા હતા. જોકે હાલમાં જ કૃષ્ણા અભિષેકે એક જૂનો વિડિયો શૅર કર્યો છે. એમાં ગોવિંદા અને તે બન્ને સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા છે. એને જોતાં તો એમ લાગે છે કે કદાચ તેમની વચ્ચે સમાધાન થઈ ગયું છે. એ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૃષ્ણા અભિષેકે કૅપ્શન આપી હતી, ‘આનાથી સારો વિડિયો ન હોઈ શકે. સ્ટેજ ઑન ફાયર. મામા મારા માટે હંમેશાં એક પ્રેરણા સમાન રહ્યા છે. રિયલ લાઇફ બડે મિયાં છોટે મિયાં.’