ગઈ કાલે શાહરુખે એ બધાનો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર ધન્યવાદ વ્યક્ત કર્યો હતો. એ કડીમાં મ્યુઝિક કમ્પોઝર પ્રીતમ વિશે શાહરુખે લખ્યું કે ‘ધન્યવાદ દાદા. હવે મને ‘ડંકી’ માટે એક શાનદાર ગીત બનાવી આપો. લવ યુ.’
શાહરુખ ખાન
શાહરુખ ખાને મ્યુઝિક કમ્પોઝર પ્રીતમને વિનંતી કરી છે કે તેની આગામી ફિલ્મ ‘ડંકી’ માટે એક શાનદાર ગીત બનાવવામાં આવે. શાહરુખની આ ફિલ્મ ૨૦૨૩ની ક્રિસમસ દરમ્યાન રિલીઝ થવાની છે. ફિલ્મની સ્ટોરી ફ્રેન્ડશિપ અને પ્રેમ પર પ્રકાશ પાડશે. ફિલ્મમાં શાહરુખની સાથે તાપસી પન્નુ, વિકી કૌશલ, બમન ઈરાની અને વિક્રમ કોચર લીડ રોલમાં દેખાશે. ડિરેક્ટર રાજકુમાર હીરાણી છે. બીજી નવેમ્બરે શાહરુખનો બર્થ-ડે હતો. એથી તેને સોશ્યલ મીડિયામાં ઢગલાબંધ શુભેચ્છાઓ આપવામાં આવી હતી. ગઈ કાલે શાહરુખે એ બધાનો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર ધન્યવાદ વ્યક્ત કર્યો હતો. એ કડીમાં મ્યુઝિક કમ્પોઝર પ્રીતમ વિશે શાહરુખે લખ્યું કે ‘ધન્યવાદ દાદા. હવે મને ‘ડંકી’ માટે એક શાનદાર ગીત બનાવી આપો. લવ યુ.’