Ghibli Art Trend: જાપાનની પ્રખ્યાત એનિમેશન કંપની સ્ટુડિયો ગીબલી વિશ્વભરમાં પોતાની અનોખી કલા માટે જાણીતી છે. આજે આ કલા માત્ર એનિમેટેડ ફિલ્મ્સ જ નહીં, પણ સોશિયલ મીડિયા પર પણ એક ટ્રેન્ડ બની રહી છે. બૉલિવૂડ સેલેબ્સ પણ આ નવા ટ્રેન્ડ સાથે જોડાઈ રહ્યાં છે.
અમિતાભ બચ્ચને શૅર કરી ગીબલી આર્ટ તસવીરો (સૌજન્ય: સોશિયલ મીડિયા)
જાપાનની પ્રખ્યાત એનિમેશન કંપની સ્ટુડિયો ગીબલી (Studio Ghibli) વિશ્વભરમાં પોતાની અનોખી કલા માટે જાણીતી છે. આજે આ કલા માત્ર એનિમેટેડ ફિલ્મ્સમાં જ નહીં, પણ સોશિયલ મીડિયા પર પણ એક ટ્રેન્ડ બની રહી છે. બૉલિવૂડ સેલેબ્સ પણ આ નવા ટ્રેન્ડ સાથે જોડાઈ રહ્યાં છે અને પોતાના ફોટોઝને ગીબલી આર્ટમાં રૂપાંતરિત કરીને શૅર કરી રહ્યાં છે.
અર્જુન કપૂરે ‘સિંઘમ અગેન’ના પાત્રને આપ્યો ગીબલી લૂક
બૉલિવૂડ અભિનેતા અર્જુન કપૂર પણ આ ટ્રેન્ડમાં સામેલ થયો છે. તેણે પોતાની આગામી ફિલ્મ ‘સિંઘમ અગેન’ (Singham Again)માં Danger Lanka પાત્રને ગીબલી આર્ટમાં ડિઝાઇન કરેલી તસવીર શૅર કરી છે. આ તસવીર દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે, કારણકે તેમાં બૉલિવૂડના ટેસ્ટ સાથે જાપાની એનિમેશનનો નજાકતભર્યું સંયોજન જોવા મળે છે.
ADVERTISEMENT
View this post on Instagram
બિપાશા બાસુએ પરિવાર સાથે શૅર કરી ગીબલી-સ્ટાઈલની તસવીરો
અભિનેત્રી બિપાશા બાસુ પણ આ ટ્રેન્ડમાં જોડાઈ છે. તેણે પતિ કરણ સિંહ ગ્રોવર અને પોતાની દીકરી દેવી સાથે ગીબલી આર્ટમાં ડિઝાઇન કરેલા ફૅમિલી ફોટોઝ શૅર કર્યા છે. આ એનિમેટેડ ફોટોઝમાં બિપાશાના પરિવારની મીઠી પળોને કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા છે, જે ચાહકોને ખૂબ ગમી રહ્યાં છે.
View this post on Instagram
ભારતી સિંહ અને તેના પરિવારનો અનોખો એનિમેટેડ અવતાર
હાસ્ય કલાકાર ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયા પણ ગીબલી-સ્ટાઈલ ટ્રેન્ડમાં જોડાઈ ગયા છે. ભારતીએ એક એવી તસવીર શૅર કરી છે જેમાં તે અને હર્ષ સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યાં છે. એક બીજા ચિત્રમાં દંપતી પોતાના પુત્ર ગોલુ સાથે જોવા મળે છે.
‘ભૂતની’ ફિલ્મ ટીમે પણ અપનાવ્યો ગીબલી-અવતાર
સંજય દત્તની આગામી ફિલ્મ ‘ભૂતની’ની ટીમે પણ ગીબલી-સ્ટાઈલ પોસ્ટર્સ રિલીઝ કર્યા છે. ફિલ્મના અભિનેતા સની સિંહ, મૌની રૉય અને પલક તિવારીએ પણ પોતાના પાત્રોની અનોખી કલાત્મક ઝલક શૅર કરી છે. આ પોસ્ટર્સે ચાહકોને ઉત્સાહિત કર્યા છે અને ફિલ્મના પ્રચાર માટે એક નવો આકર્ષક અંદાજ ઉમેર્યો છે.
View this post on Instagram
રકુલ પ્રીત સિંહે લગ્ન પછીનો ફોટો શૅર કર્યો
રકુલ પ્રીત સિંહ અને જૅકી ભગનાની પણ આ ટ્રેન્ડમાં જોડાયાં છે. રકુલ પ્રીતે એક “બિફોર ઍન્ડ આફ્ટર” એડિટ શૅર કરી, જેમાં તેની લગ્ન પહેલાં અને પછીની ગીબલી આર્ટમાં રૂપાંતરિત તસવીરો જોવા મળે છે. તેણે આ પોસ્ટનું કેપ્શન "How it started and how it is going" આપ્યું હતું.
View this post on Instagram
વિક્કી-કેટરીના પર પણ ચાહકોનો ગીબલી પ્રેમ
વિક્કી કૌશલ અને કેટરીના કૈફના ચાહકો પણ પાછળ રહ્યાં નથી. ચાહકોએ તેમની રોમૅન્ટિક તસવીરોને ગીબલી આર્ટમાં રૂપાંતરિત કરીને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. આ એનિમેટેડ ફોટોઝ તેમનાં કીલર લૂક્સની સાથે કપલની પ્રેમભરી પળોને અવનવી રીતે દર્શાવી રહ્યાં છે.
View this post on Instagram
અમિતાભ બચ્ચન પણ આ ટ્રેન્ડમાં જોડાયા
બૉલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ આ ટ્રેન્ડમાં જોડાયા છે. તેમણે પોતાનો ગીબલી-સ્ટાઈલ ફોટો શૅર કરતાં કેપ્શન આપ્યું "And Ghibli invades the world in the reality of the realm of communication." તેની સાથે જ બિગ બીએ એક રીલ પણ શૅર કરી, જેમાં જલસા બહાર મોટી સંખ્યામાં ચાહકોની ભીડ જોવા મળી હતી. ચાહકો તેમના નામના સૂત્રોચ્ચાર કરી રહ્યાં હતાં. રીલમાં અમિતાભ બચ્ચન પોતાનાં ઘરનાં મંદિરમાં પ્રાર્થના કરતા પણ નજરે પડ્યા અને ત્યારબાદ તેઓ ચાહકોને મળવા માટે ઘરની બહાર નીકળ્યા હતા.
ગીબલી આર્ટ અને એઆઈનું વિવાદિત પાસું
આ ટ્રેન્ડને વાયરલ થવા માટે OpenAIનાં નવાં ફીચરની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે, જે AI એડિટ્સ દ્વારા બૉલિવૂડ ફિલ્મ્સનાં દ્રશ્યોને ગીબલી-સ્ટાઈલમાં રૂપાંતરિત કરી રહી છે. જોકે, સ્ટુડિયો ગીબલીના સહ-સ્થાપક હાયાઓ મિયાઝાકી (Hayao Miyazaki)એ એઆઈ દ્વારા માનવ સર્જનાત્મકતાને બદલવા પર વિરોધ વ્યક્ત કર્યો છે. આ માટે ચિત્રકલા અને ટૅક્નોલૉજી વચ્ચે એક નવો ચર્ચાનો વિષય ઉભો થયો છે.

