ગુરમીત ચૌધરીનો જન્મ બિહારમાં થયો હતો. ૨૦૦૯માં આવેલી ‘રામાયણ’માં તેણે રામનું પાત્ર ભજવ્યું હતું. આ શોમાં તેની સાથે સીતાના પાત્રમાં દેબીના બોનરજી હતી
ગુરમીત ચૌધરી
ગુરમીત ચૌધરીનો જન્મ બિહારમાં થયો હતો. ૨૦૦૯માં આવેલી ‘રામાયણ’માં તેણે રામનું પાત્ર ભજવ્યું હતું. આ શોમાં તેની સાથે સીતાના પાત્રમાં દેબીના બોનરજી હતી. તેમણે ૨૦૧૧ની ૧૫ ફેબ્રુઆરીએ રિયલમાં લગ્ન કર્યાં હતાં અને ૨૦૨૧ની ૪ ઑક્ટોબરે ફરી લગ્ન કર્યાં હતાં. તેમને ત્યાં ૨૦૨૨ની ૩ એપ્રિલે પહેલી દીકરીનો જન્મ થયો અને એ જ વર્ષે ૧૧ નવેમ્બરે બીજી દીકરીનો જન્મ થયો હતો. તેણે ‘ઝલક દિખલા જા’ અને ‘નચ બલિયે’ જેવા ડાન્સ રિયલિટી શોમાં પણ ભાગ લીધો હતો. તેણે ઘણી સિરિયલમાં કામ કર્યા બાદ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ગુરમીતે કોવિડ બાદ સોનુ સૂદથી ઇન્સ્પાયર થઈને તેનું ફાઉન્ડેશન પણ શરૂ કર્યું હતું અને તેણે તેના હોમટાઉનમાં સ્પેશ્યલાઇઝ કૅર સેન્ટર પણ શરૂ કર્યું હતું.
પોતાની જાતને પાંચ શબ્દોમાં કેવી રીતે વર્ણવીશ?
ફોકસ્ડ, ડિટરમાઇન્ડ, કન્સિસ્ટન્ટ, હાર ન માનનારો, ગ્રેટફુલ.
ADVERTISEMENT
ચહેરા પર કઈ વાતથી સ્માઇલ આવી જાય છે અને શાનો ડર લાગે છે?
હું જરૂરિયાતમંદ લોકોને જ્યારે મદદ કરું અથવા તેમને ભોજન પૂરું પાડું ત્યારે તેમની આંખોમાં હું જે ચમક જોઉં છું ત્યારે તેમને ખુશ જોઈને મારા ચહેરા પર સ્માઇલ આવી જાય છે. એકમાત્ર મારી પત્નીથી મને ખૂબ ડર લાગે છે.
ડેટ પર કોઈને લઈ જવા હોય તો ક્યાં લઈ જઈશ અને કેમ?
ડેટ? મારી પાસે શું હજી ઑપ્શન છે? સ્વાભાવિક છે કે હું મારી પત્નીને લઈ જઈશ, કારણ કે તે મારી બેસ્ટ ફ્રેન્ડ પહેલાં છે અને ત્યાર બાદ બીજું બધું. તેની સાથે સમય પસાર કરવાથી હું રીચાર્જ થઈ જાઉં છું અને એક સંપૂર્ણતાનો એહસાસ પણ થાય છે મને. તેને હું ગમે ત્યાં લઈ જઈ શકું છું. અમે સાથે હોઈએ ત્યારે ડ્રાઇવ દરમ્યાન પણ અમને શાંતિ મળે છે.
સૌથી વધુ પૈસાનો ઉપયોગ શું ખરીદવામાં કરે છે?
બુક પાછળ. મારી પાસે પોતાની એક લાઇબ્રેરી છે.
તારું અટેન્શન કોઈએ મેળવવું હોય તો શું કરવું જોઈએ?
તમારી પાસે સુંદર આંખો હોવી જોઈએ અને તો મારું અટેન્શન જલદી મળી શકે.
તારા વિશે એવી કઈ વાત છે જે લોકો હંમેશાં યાદ રાખે એવી તારી ઇચ્છા છે?
હું એક સારી વ્યક્તિ છું અને એટલો જ સારો પર્ફોર્મર છું એ રીતે લોકો મને યાદ રાખે એવી મારી ઇચ્છા છે.
ફૅન્સ દ્વારા કરવામાં આવેલી સૌથી વિચિત્ર અથવા સ્પેશ્યલ વસ્તુ કઈ?
એક ચાહકે મને તેની પ્રૉપર્ટી ગિફ્ટ કરી દીધી હતી, પરંતુ મેં લીગલી તેને એ પાછી આપી દીધી હતી. જોકે તેનું જેસ્ચર મને ખૂબ પસંદ પડ્યું હતું.
તારી સૌથી યુઝલેસ ટૅલન્ટ કઈ?
સિન્ગિંગ. હું બાથરૂમ સિંગર હોવા પર મને ગર્વ છે.
પહેલી જૉબ કઈ હતી?
ઍક્ટિંગ જ મારી પહેલી જૉબ હતી.
ફેવરિટ કપડાં કયાં છે જે હજી સાચવી રાખ્યાં હોય?
મને ડાઉટ છે કે મારી પાસે હાલમાં કોઈ એવાં કપડાં હોય.
સૌથી ડેરિંગવાળું કામ આજ સુધી કયું કર્યું છે?
એકદમ યંગ એજમાં લગ્ન કરવું એનાથી ડેરિંગવાળું કામ બીજું કયું હોઈ શકે.
એવી કઈ વસ્તુ છે જેને હજી તેં એક મિસ્ટરી બનાવી રાખી છે?
એને હંમેશાં મિસ્ટરી જ રહેવા દઈએ તો સારું.

