મુંબઈમાં ઍક્ટર બનવા આવઆતાં પહેલાં બરાબર તૈયાર થઈને આવો: રાજકુમાર રાવ
રાજકુમાર રાવ
મુંબઈમાં આવીને ઍક્ટિંગમાં કરીઅર બનાવવા આવતા લોકોને રાજકુમાર રાવે ખાસ સલાહ આપી છે. તેનું કહેવું છે કે કલાકારે પૂરી તૈયારી સાથે મુંબઈ આવવું જોઈએ. રાજકુમારે થિયેટરથી શરૂઆત કરી હતી અને બાદમાં પુણેમાં ઍક્ટિંગની ટ્રેઇનિંગ લીધી હતી. ઊભરતા કલાકારોને સલાહ આપતાં રાજકુમારે કહ્યું હતું કે ‘મારી પાસે મારી કળાને પ્રેમ કરવાની ટૅલન્ટ છે. એક બાળકની જેમ હું ઍક્ટિંગના પ્રેમમાં પડ્યો હતો. મેં કદી પણ પ્રસિદ્ધિ કે પૈસાની પાછળ આંધળી દોટ નથી મૂકી. મારી જાત વિશે વિચાર કર્યો કે આ વસ્તુ પર મને ખૂબ પ્રેમ છે અને આજીવન મારે આ જ કામ કરવાનું છે. એ સપના સાથે જ મેં દિલ્હીમાં થિયેટર કરવાની શરૂઆત કરી હતી અને બાદમાં પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં હું જોડાયો હતો, કારણ કે આ શહેરમાં હું તૈયારી વગર નહોતો આવવા માગતો. મારી જાતને ટ્રેઇનિંગ આપવા માગતો હતો. આ જ બાબત હું તમામ ઊભરતા ઍક્ટર્સને કહેવા માગું છું. માત્ર તમારા ફ્રેન્ડ્સનું માનવું હોય કે તમે સારી મિમિક્રી કરી શકો છો અને તમે સારા દેખાઓ છો. એથી તમારે મુંબઈ જવું જોઈએ. એવું નથી કે મુંબઈમાં તૈયારી વગર હાલમાં ન આવવું જોઈએ. ખાસ કરીને ત્યારે જ્યારે સિનેમા બદલાઈ રહ્યું છે. અમને ટૅલન્ટની જરૂર છે એથી પહેલાં તો તમારી જાતને ટ્રેઇન કરો અને ત્યાર બાદ આ શહેરમાં આવો. અહીં ખૂબ સારી તક છે. મારી ટૅલન્ટ એટલી છે કે હું હિંમત નથી હાર્યો અને પ્લાન-બી વગર જ મેં મારાં સપનાંઓને પૂરાં કરવા માટે મહેનત કરી હતી.’

