પરિવારમાં સૌથી મોટું ફૂડી કોણ છે એ વિશે જણાવતાં ગૌરીએ કહ્યું કે ‘મારો નાનો દીકરો ફૂડી છે
અબરામ ખાન અને ગૌરી ખાન
શાહરુખ ખાન અને ગૌરી ખાનનો સૌથી નાનો દીકરો અબરામ ખાન તેમની ફૅમિલીમાં સૌથી વધુ ફૂડી છે. એથી ગૌરીને તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. પરિવારમાં સૌથી મોટું ફૂડી કોણ છે એ વિશે જણાવતાં ગૌરીએ કહ્યું કે ‘મારો નાનો દીકરો ફૂડી છે. તેને સારું ફૂડ ખૂબ ગમે છે. એને કારણે તેનું વજન પણ વધી જાય છે. એથી તેના પર ખાસ ધ્યાન રાખવું પડે છે.’
ગૌરીને મુંબઈનાં વડાપાંઉ, દિલ્હીની ભેળપૂરી, કલકત્તાના પૂચકા અને ગોવાની પ્રોન કરી પસંદ છે. પોતાના ફેવરિટ ફૂડ વિશે ગૌરીએ કહ્યું કે ‘મને ચના ભટુરા, પાંઉભાજી અને ચાટ ખૂબ ગમે છે. આ બધું મને ખૂબ ગમે છે.’