પ્રેગ્નન્સીની અફવા ફેલાવનાર ન્યુઝ ચૅનલની ઝાટકણી કાઢી ગૌહર ખાને
પ્રેગ્નન્સીની અફવા ફેલાવનાર ન્યુઝ ચૅનલની ઝાટકણી કાઢી ગૌહર ખાને
ગૌહર ખાને તેની પ્રેગ્નન્સીની અફવા ફેલાવનાર ન્યુઝ ચૅનલને ખખડાવી નાખી છે. પહેલેથી જ તેના હસબન્ડ ઝૈદ દરબાર અને તેની વચ્ચેના ઉંમરના તફાવતને લઈને ચર્ચા ચાલી રહી છે. એવું કહેવામાં આવે છે કે ગૌહર તેના હસબન્ડથી ૧૨ વર્ષ મોટી છે. તેમણે ગયા વર્ષે ક્રિસમસમાં લગ્ન કર્યાં હતાં. પાંચ માર્ચે ગૌહરના પિતાનું અવસાન થયું હતું. એવામાં હવે તેની પ્રેગ્નન્સીની અફવા પણ ફેલાવા લાગી છે. ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે ‘શું લગ્નના ૩ મહિના બાદ જ ગૌહર ખાન પ્રેગ્નન્ટ થઈ છે? પતિએ સશારામાં જ મોટી વાત કહી દીધી છે.’
આ ન્યુઝ મળતાં જ ટ્વિટર પર રિપ્લાય આપતાં ગૌહર ખાને ટ્વીટ કર્યું હતું કે ‘તમારું દિમાગ ખરાબ છે. તમે આપેલી ફૅક્ટ્સ પણ ખોટી છે. હસબન્ડ ૧૨ વર્ષ નાનો હોવાની વાત ખોટી અને ખૂબ જૂની છે. એથી કંઈ પણ લખતાં પહેલાં વાસ્તવિકતા જાણી લેવી. મેં હાલમાં જ મારા પિતાને ગુમાવ્યા છે. એથી આ પાયાવિહોણા રિપોર્ટ આપતાં પહેલાં સમજદારી દેખાડો. હું પ્રેગ્નન્ટ પણ નથી. થૅન્ક યુ વેરી મચ.’

