જસ્ટિન અને હેલીએ રમઝાન દરમ્યાન રોજા રાખવાને મૂર્ખામી કહી છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જસ્ટિન અને હેલી રોજા વિશે જણાવી રહ્યાં છે
રોજા વિશેની કમેન્ટને લઈને જસ્ટિન બીબર અને તેની વાઇફને મૂર્ખ કહ્યાં ગૌહર ખાને
ગૌહર ખાને પૉપસ્ટાર જસ્ટિન બીબર અને તેની મૉડલ વાઇફ હેલીને ડમ્બ કહી છે. એનું કારણ એ છે કે જસ્ટિન અને હેલીએ રમઝાન દરમ્યાન રોજા રાખવાને મૂર્ખામી કહી છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જસ્ટિન અને હેલી રોજા વિશે જણાવી રહ્યાં છે. જસ્ટિને કહ્યું કે ‘મારે એના વિશે વિચારવું જોઈએ. મેં આજ સુધી ઉપવાસ નથી કર્યો. મને લાગે છે કે આપણા શરીરને સારી રીતે વિચારવા માટે પૂરતા પોષણની જરૂર છે.’
બીજી તરફ હેલીએ કહ્યું કે ‘જો તમારે ફાસ્ટ રાખવો હોય તો ટીવીથી દૂર થવાનો, ફોનથી દૂર થવાનો રાખવો જોઈએ. હું એ વસ્તુમાં વધુ માનું છું, પરંતુ ભોજન વગર રહેવું એ મારા મતે સમજદારી નથી. કાં તો તમે મીઠાઈ અથવા તો સાકરનો ફાસ્ટ પણ રાખી શકો છો. અમારું આવું વિચારવું છે. આ જ કારણ છે કે તમે પાગલ છો.’
ADVERTISEMENT
આ કપલની વાત ગૌહરને પસંદ ન પડી અને તેણે એ બન્નેને જ મૂર્ખ કહી દીધાં છે. એ ઇન્ટરવ્યુનો વિડિયો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને ગૌહરે લખ્યું કે ‘આનાથી સાબિત થાય છે કે તેઓ કેટલાં મૂરખ છે. તેમને જાણ નથી કે એની પાછળનું સાયન્સ શું છે અને એનાથી સ્વાસ્થ્યને કેટલો લાભ મળે છે? જસ્ટિન બીબર અને હેલીએ એના વિશે માહિતી મેળવવી જોઈએ. પોતાનો મત વ્યક્ત કરવો એ ઠીક છે, પરંતુ એટલા તો સમજદાર બનો કે કોઈ વસ્તુને યોગ્ય રીતે રજૂ કરી શકો.’