આ ફિલ્મને પવન કિરપાણીએ ડિરેક્ટ કરી છે જે ડિઝની+હૉટસ્ટાર પર ૩૧ માર્ચે રિલીઝ થઈ રહી છે.
સારા અલી ખાન
સારા અલી ખાનનું કહેવું છે કે તેની ‘ગૅસલાઇટ’નું પાત્ર મેન્ટલી અને ફિઝિકલી ખૂબ જ ચૅલેન્જિંગ હતું. આ ફિલ્મમાં તે મિશાનું પાત્ર ભજવી રહી છે. તે પંદર વર્ષ બાદ તેના ફૅમિલી એસ્ટેટમાં આવે છે અને ત્યાં વિચિત્ર વસ્તુઓ થાય છે. એમાં તે પણ ફસાય છે. તે આ ફિલ્મમાં શારીરિક રીતે અક્ષમ પાત્રની ભૂમિકા ભજવી રહી છે. તેની સાથે આ ફિલ્મમાં વિક્રાન્ત મૅસી અને ચિત્રાંગદા સિંહ પણ જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મને પવન કિરપાણીએ ડિરેક્ટ કરી છે જે ડિઝની+હૉટસ્ટાર પર ૩૧ માર્ચે રિલીઝ થઈ રહી છે. આ વિશે વાત કરતાં સારા અલી ખાને કહ્યુ કે ‘મારી ‘ગૅસલાઇટ’ એક સરસ એસ્ટેટમાં સેટ છે. આ ફિલ્મ મારા પાત્ર મિશાની આસપાસ ફરે છે જે તેના પિતાની ગેરહાજરી પાછળનું રહસ્ય શોધવા માગતી હોય છે. તેની આ શોધમાં તેની સાથે ઘણી વિચિત્ર વસ્તુઓ થાય છે. આ પાત્ર મારા માટે મેન્ટલી અને ફિઝિકલી ખૂબ જ ચૅલેન્જિંગ હતું. આ પાત્રમાં ઘણાં લેયર્સ છે.’
આ વિશે વિક્રાન્ત મૅસીએ કહ્યું કે ‘મને ‘ગૅસલાઇટ’નું શૂટિંગ કરતી વખતે ઘણી મજા આવી હતી. આ એક એવી મર્ડર મિસ્ટરી છે જેમાં દરેક પાત્રનાં રહસ્ય ખૂલતાં તે વધુને વધુ ઇન્ટરેસ્ટિંગ બનતી જાય છે. મારું કપિલનું પાત્ર પણ કૉમ્પ્લેક્સ છે.’

