‘Ganji Chudail’ Neena Gupta: ૬૫ વર્ષની ઉંમરે `ગંજી ચૂડેલ` બની અભિનેત્રી નીના ગુપ્તા, સોશ્યલ મીડિયા પર વાયરલ થયો વીડિયો, ફેન્સની ચોંકાવનારી કમેન્ટ્સ
વીડિયોમાંથી લીધેલો સ્ક્રિનશૉટ
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી નીના ગુપ્તા (Neena Gupta)ના અભિનય અને કામથી સહુ પરિચિત છે તેઓ હંમેશા ફેન્સને આશ્ચર્યચકિત કરે છે. આ વખતે તે એવો પ્રોજેક્ટ લઈને આવ્યા છે જે ફેન્સને 440 વોલ્ટનો આંચકો આપશે. નીના ગુપ્તાના આગામી પ્રોજેક્ટનો લેટેસ્ટ લુક સોશ્યલ મીડિયા (Social Media) પર જાહેર કરવામાં આવ્યો છે. જ્યાં તે `ગંજી ચૂડેલ` (‘Ganji Chudail’ Neena Gupta)ના લુકમાં જોવા મળી રહી છે. ચાહકો પણ આ સ્ટાઈલ જોઈને દંગ રહી ગયા છે.
બોલિવૂડની અદ્ભુત અભિનેત્રી નીના ગુપ્તા તેમને ભજવેલા દરેક પાત્ર સાથે તેના ફેન્સના હૃદય પર ઊંડી છાપ છોડે છે. તેની એક્ટિંગ અને સુંદરતાથી દરેક લોકો પ્રભાવિત છે. હવે ટૂંક સમયમાં અભિનેત્રી એક નવા પ્રોજેક્ટમાં જોવા મળવાની છે. જેમાં તે ખૂબ જ ડરામણા લુકમાં જોવા મળશે. તેનો ફર્સ્ટ લુક પણ બહાર આવ્યો છે. ખરેખર, આ પ્રોજેક્ટમાં અભિનેત્રી બાલ્ડ ડાકણ બની ગઈ છે. તેનો આ લુક જોઈને બધા દંગ રહી ગયા અને સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો (Viral Video)માં કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યાં છે.
ADVERTISEMENT
હાલમાં જ યુટ્યુબ ઈન્ડિયા (YouTube India) ઈન્સ્ટાગ્રામ (Instagram) પેજ પર નીના ગુપ્તાનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જે હવે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં 65 વર્ષના અભિનેત્રી નીના ગુપ્તા સોનેરી આંખો અને લીલા ચહેરાવાળી બાલ્ડ ડાકણ બની ગઈ છે. તેના લુકથી યુઝર્સને પણ આશ્ચર્ય થયું છે. વીડિયોમાં નીના સાથે બ્યુટી એન્ડ લાઈફસ્ટાઈલ સ્ટાર્સ શિવશક્તિ સચદેવ (Shivshakti Sachdev), ઈશિતા મંગલ (Ishita Mangal) અને શક્તિ સિધવાની (Shakti Sidhwani) પણ જોવા મળે છે.
આ વીડિયોની શરૂઆત વોઈસ ઓવરથી થાય છે. જેમાં સાંભળવામાં આવ્યું છે કે એકવાર ત્રણ યુટ્યુબર્સ કિડનેપ થઈ જાય છે, ગંજી ચૂડેલના હાથે. આ પછી નીના ગુપ્તાએ શાનદાર એન્ટ્રી કરી છે. તેના માથા પર વાળ નથી, તેનો ચહેરો સંપૂર્ણપણે લીલો છે અને તેની આંખો સોનેરી છે. પ્રવેશતાં જ તે કહે છે, ‘હું મીમ્સ બનાવીને કંટાળી ગઈ છું. હવે તમે ત્રણેય જણ મને બેબ બનાવશો’.
View this post on Instagram
નીના ગુપ્તાનો આ ડરામણો વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, `ભૂત આઇકોનિકથી યુવા આઇકોનિક સુધી. આ Gen Zની ચૂડેલ છે.`
અભિનેત્રીના આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો કોમેન્ટ્સ અને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે.
હવે યુઝર્સ નીના ગુપ્તાના આ લુક પર વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક તેને ક્યૂટ ચૂડેલ કહી રહ્યા છે તો કેટલાક તેને ડરામણી બાલ્ડ ચૂડેલ કહી રહ્યા છે. નીના ગુપ્તાને જોઈને બધા ચોંકી ગયા. પરંતુ, આ નીના ગુપ્તાનો આ પ્રમોશનલ વિડીયો લાગે છે. જોકે અભિનેત્રીએ આ વિશે વધુ સ્પષ્ટતા કરી નથી.