ગંગુબાઇ કાઠિયાવાડીને લઈને કામાઠીપુરાના લોકોએ કર્યું વિરોધ પ્રદર્શન
ફાઇલ ફોટો
ફિલ્મ એક્ટ્રેસ આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાજી એકવાર ફરી વિવાદોમાં સંપડાઇ છે. કામાઠીપુરાના નિવાસીઓએ ફિલ્મ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું છે. આની પાછળનું કારણ આપવામાં આવ્યું છે કે કામાઠીપુરા વિસ્તારનું ચિત્રણ ખોટી રીતે કરવામાં આવ્યું છે. સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડી પણ વિવાદોમાં છે. આ પહેલા ફિલ્મ 'બાજીરાવ મસ્તાની' અને 'પદ્માવત' બન્ને વિવાદોમાં રહી ચૂકી છે.
મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે ફિલ્મમાં આલિયા ભટ્ટને કામાઠીપુરાના એક વૈશ્યાલયની પ્રમુખ દર્શાવવામાં આવી છે. આ વાતનો વિરોધ કામાઠીપુરાના નિવાસિઓએ કર્યો છે. કામાઠીપુરાના કેટલાક લોકોએ આને મુંબઇનો રેલ લાઇટ એરિયા જણાવવા પર શરમજનકતા જાહેર કરી છે.
ADVERTISEMENT
મીડિયામાં જાહેર કરવામાં આવેલા વક્તવ્ય પ્રમાણે નિવાસીઓને લાગે છે કે કામાઠીપુરામાં રહેતા લોકોની 200 વર્ષોના ઇતિહાસને સંજય લીલા ભણસાલીએ મલિન કર્યો છે અને તેમની ભાવનાઓને પણ ઠેસ પહોંચાડી છે. તેમણે એ પણ કહ્યું કે સખત મહેનત કરીને અહીના લોકોએ આ ડાઘ હટાવવાનો પ્રયત્ન કર્યો છે પણ ફરી એકવાર તેમની પ્રતિમા મલિન થઈ રહી છે.
View this post on Instagram
સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, "આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીનું નિર્દેશન સંજય લીલા ભણસાલી કરી રહ્યા છે અને 200 વર્ષના કામાઠીપુરાના ઇતિહાસને મલિન કરી રહ્યા છે. આ ખૂબ જ શરમજનક છે અને કામાઠીપુરાના નિવાસીઓની ભાવનાઓને ક્ષતિ પહોંચાડી છે. કામાઠીપુરા સાથે જોડાયેલા નામના ડાઘને હટાવવા માટે અહીંના લોકોએ સખત મહેનત કરી છે અને આ ફિલ્મ અહીંના વર્તમાન અને ભવિષ્યની જનરેશનને ખરાબ કરશે. સંજય લીલા ભણસાલી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન પણ કામાઠીપુરાના લોકો કરવાના છે. તેમના પર આરોપ છે કે તે બીજાની તકલીફોની ચિંતા કર્યા વગર પૈસા બનાવવામાં લાગ્યા છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે."

