તૈમૂર અલી ખાન અને ઈનાયાએ આવી રીતે કરી બાપ્પાની પૂજા, જુઓ તસવીરો
તૈમૂર અલી ખાન
આજે ગણેશ ચતુર્થી 2020 છે. કરીના કપૂર ખાન અને સોહા ખાન ખેમૂએ તૈમૂર અલી ખાન અને ઈનાયા ખેમૂ દ્વારા બનાવવામાં આવેલી રચનાત્મક ગણપતિ બાપ્પાની તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 2020 દર વર્ષ જેવી નથી. મહામારીના કારણે તહેવાર અલગ અંદાજમાં ઉજવવામાં આવી રહ્યો છે. જોકે ગણપતિ બાપ્પાના તહેવારને ઉજવવા માટે ભક્તોના હૃદયમાં ઉત્સાહ અને સમર્પણ ચરમસીમાએ છે. લોકો ભગવાન ગણેશની ઉપાસના માટે રચનાત્મક રીત અપનાવી રહ્યા છે.
ADVERTISEMENT
કરીના કપૂર અને સૈફ અલી ખાનનો પુત્ર તૈમૂર અલી ખાન અને સોહા અલી ખાન અને કુણાલ ખેમૂની પુત્રી ઈનાયા ખેમૂએ પણ ખાસ રીતે ગણપતિ બાપ્પાની વંદના કરી છે. આ તસવીરો સોહા અલી ખાન અને કરીના કપૂરે શેર કરી છે. કરીના કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બાપ્પાની એક ઝલક આપી છે, જે તૈમૂરે પોતના લેગો બ્લોકનો ઉપયોગ કરીને બનાવી છે.
તસવીરમાં આપણે જોઈ શકીએ છે કે ગણપતિ બાપ્પાને બનાવવામાં તૈમૂરે થોડા રંગીન લેગો બ્લૉકનો ઉપયોગ કર્યો છે. તૈમૂરે બનાવેલા ગણપતિ બાપ્પાની રચના સામે હાથ જોડીને બેઠો છે. કરીનાએ આ તસવીરને શૅર કરતા કેપ્શનમાં લખ્યું છે, આ વર્ષે ગણપતિ બાપ્પાનો ઉત્સવ કંઈક અલગ હોઈ શકે છે.... ટિમ એ ખાતરી કરી કે તે આ તહેવાર આપણા માટે એક સુંદર લેગો ગણેશજી બનાવશે. તમને બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ. બાપ્પા તમને શાંતિ, આરોગ્ય અને સલામતી આપે.'
બીજી તરફ સોહા અલી ખાને પોતાની દીકરી ઈનાયા દ્વારા પેપરનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી રચનાની એક તસવીર શૅર કરી છે. નાની ડૉલે કાગળના રંગની ટુકડાઓનો ઉપયોગ કરીને કાગળ પર ગણેશની મૂર્તિ બનાવી છે. કંગના રાનોટ, શિલ્પા શેટ્ટી કુન્દ્રા, અભિષેક બચ્ચન અને કેટલાક અન્ય સ્ટાર્સે પોતાના સોશિયલ મીડિયા હનેડ્લ પર ચાહકોને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી છે.

