Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇ-ઑક્શનમાં મૂકાયો સની દેઓલનો બંગલો! ગદર 2 અભિનેતાએ નથી ચૂકવી લૉન?

ઇ-ઑક્શનમાં મૂકાયો સની દેઓલનો બંગલો! ગદર 2 અભિનેતાએ નથી ચૂકવી લૉન?

Published : 20 August, 2023 03:57 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Sunny Deol Bunglow Auction: બૉલિવૂડ એક્ટર સની દેઓલના જુહૂવાળા બંગલાની નીલામી થઈ શકે છે. હકીકતે સની દેઓલ પર આરોપ છે કે તેમણે બેન્ક પાસેથી એક મોટી રકમ લૉન તરીકે લીધી હતી જેને તે ચૂકવી શક્યા નથી.

સની દેઓલ

સની દેઓલ


Sunny Deol Bunglow Auction: બૉલિવૂડ એક્ટર સની દેઓલના જુહૂવાળા બંગલાની નીલામી થઈ શકે છે. હકીકતે સની દેઓલ પર આરોપ છે કે તેમણે બેન્ક પાસેથી એક મોટી રકમ લૉન તરીકે લીધી હતી જેને તે ચૂકવી શક્યા નથી.


Sunny Deol Bunglow Auction: બૉલિવૂડ એક્ટર સની દેઓલના જુહૂ સ્થિત બંગલાની નીલામી થઈ શકે છે. આ બંગલાની નીલામીનું ઇ-ઑક્શન નૉટિફિકેશન બેન્ક ઑફ બડોદાએ આજના સમાચારમાં જાહેર કરવામાં આવ્યું છે. સની દેઓલ પર આરોપ છે કે તેમણે બેન્ક પાસેથી એક મોટી રકમ લૉન લીધી હતી જેની ચૂકવણી તેમણે નથી કરી.



સની દેઓલે લોન માટે મુંબઈના જુહૂ વિસ્તારમાં સ્થિત પોતાનો વિલા, જેનું નામ `સની વિલા` છે, મૉર્ટગેજ પર મૂક્યો હતો. તેના બદલામાં તેમને બેન્કે લગભગ 56 કરોડ રૂપિયા ચૂકવવાના હતા, જે અત્યાર સુધી નથી ચૂકવવામાં આવ્યા. સમાચારમાં છપાયેલા નોટિફિકેશન પ્રમાણે સની દેઓલનો આ ઘર જુહૂના ગાંધી ગ્રામ રોડ પર છે જેના ગેરેન્ટર પોતે સની દેઓલના પિતા ધર્મેન્દ્ર છે.


લૉન ન ચૂકવી શક્યા સની દેઓલ
કહેવામાં આવી રહ્યું છે કે સની દેઓલને બેન્ક ઑફ બડોદાએ લગભગ 55.99 કરોડ રૂપિયાની લોન ઇન્ટ્રેસ્ટ સાથે આપવાની હતી પણ બેન્કને લોન રિકવરીમાં સફળતા મળી નહી. જેના પછી બેન્કે ન્યૂઝ પેપરમાં ઇ-ઑક્શન માટે નોટિફિકેશન કાઢ્યું છે. નૉટિફિકેશન પ્રમાણે ઑક્શન 25 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે અને આ ઑક્શન માટે બેઝિક પ્રાઈઝ લગભગ 51.43 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે.

ઘાયલ: વન્સ અગેઇનની રિલીઝ દરમિયાન આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા સની!
2016માં રિલીઝ થઈ સની દેઓલની ફિલ્મ ઘાયલની સીક્વલ `ઘાયલ: વન્સ અગેઈન`ના નિર્માણ અને રિલીઝ દરમિયાન સની દેઓલ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા અને તે દરમિયાન આ પ્રકારના સમાચાર આવ્યા હતા કે સની દેઓલ ફિલ્મની રિલીઝને લઈને સની સુપર સાઉન્ડને મોર્ટગેજ રાખી દીધો છે. જો કે, તે સમયે તેમના મેનેજરે આ સમાચારને ફગાવી દીધા હતા. `ઘાયલ-વન્સ અગેન`માં ઑફિશિયલ નિર્માતા તરીકે ધર્મેન્દ્રનું નામ આપવામાં આવ્યું હતું. જ્યારે સની દેઓલ આ ફિલ્મના નિર્માણ સિવાય ફિલ્મને ડિરેક્ટ પણ કરી હતી.


બંગલો કમ રેકૉર્ડિંગ અને ડબિંગ સ્ટૂડિયો છે સની વિલા
સની સુપર સાઉન્ડ એક બંગલો કમ રેકૉર્ડિંગ અને ડબિંગ સ્ટૂડિયો છે જ્યાં અલગથી બે પ્રોસ્ટ પ્રૉડક્શન સૂટ્સ પણ છે. આ જ સની સુપર સાઉન્ડમાં સની દેઓલની એક ઑફિસ પણ છે, રહેવા માટે સ્પેશિયસ જગ્યા પણ છે અને આ બંગલાને `સની વિલા`ના નામે પણ ઓળખવામાં આવે છે. સની સુપર સાઉન્ડમાં તમામ બૉલિવૂડ ફિલ્મોનું ડબિંગ અને ફિલ્મોની સ્ક્રિનિંગ્સ વર્ષોથી થતી રહે છે.

ઇન્કમનો સારો સૉર્સ છે આ બંગલો
સની દેઓલ ઘણીવાર અહીં નથી રહેતા પણ ગેરેન્ટર તરીકે જાહેરાતમાં ધર્મેન્દ્ર અને બૉબી દેઓલનું જે સરનામું આપવામાં આવ્યું છે, તે એડ્રેસ પર પરિવાર સાથે રહે છે, પણ એક બંગલો હોવાને નાતે સની સુપર સાઉન્ડ/સની વિલામાં રહેવાની જગ્યા પણ છે, જ્યાં ક્યારેક-ક્યારેક સની રહે છે અને આ જગ્યા આખા દેઓલ પરિવારની આકનો સારો સ્ત્રોત રહ્યો છે.

ગદર 2ને લઈને ચર્ચામાં છે અભિનેતા
જણાવવાનું કે સની દેઓલ હાલ પોતાની ફિલ્મ ગદર 2ને લઈને ચર્ચામાં છે. ફિલ્મે બૉક્સ ઑફિસ પર જબરજસ્ત કમાણી કરી છે અને 9 દિવસોમાં 336.13 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે. ફિલ્મની જબરજસ્ત સફળતા વચ્ચે બંગલાની નીલામીના સમચાર સની દેઓલ માટે ઝટકો સાબિત થઈ શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

20 August, 2023 03:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK