‘ગદર 2’, ‘ઓહ માય ગૉડ 2’ અને ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ હજી પણ જોરદાર બિઝનેસ કરી રહી છે.
ફિલ્મ `ગદર 2`
બૉક્સ-ઑફિસ પર આ અઠવાડિયું ખૂબ જ સારું રહ્યું છે અને એ અનસ્ટૉપેબલ છે. સની દેઓલની ‘ગદર 2’, અક્ષયકુમારની ‘ઓહ માય ગૉડ 2’ અને રણવીર સિંહ-આલિયા ભટ્ટની ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ હજી પણ જોરદાર બિઝનેસ કરી રહી છે. ગયા શુક્રવારે રિલીઝ થયેલી બે ફિલ્મો ખૂબ જ જોરદાર બિઝનેસ કરી રહી છે. ‘ગદર 2’એ શુક્રવારે ૪૦.૧૦ કરોડ, શનિવારે ૪૩.૦૮ કરોડ, રવિવારે ૫૧.૭૦ કરોડ અને સોમવારે ૩૮.૭૦ કરોડની સાથે ટોટલ ૧૭૩.૫૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે ગઈ કાલે ઇન્ડિપેન્ડન્સ ડે હોવાથી જોરદાર બિઝનેસ કર્યો હતો અને એ ૨૦૦ કરોડની ક્લબમાં દાખલ થઈ ગઈ છે. આ ફિલ્મ ફક્ત પાંચ દિવસમાં ૨૦૦ કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. બીજી તરફ અક્ષયકુમારની ‘ઓહ માય ગૉડ 2’એ પહેલા દિવસ કરતાં ચોથા દિવસે વધુ બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે શુક્રવારે ૧૦.૨૬ કરોડ, શનિવારે ૧૫.૩૦ કરોડ, રવિવારે ૧૭.૫૫ કરોડ અને સોમવારે ૧૨.૦૬ કરોડની સાથે ટોટલ ૫૫.૧૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ બે ફિલ્મો ધૂમ મચાવી રહી છે ત્યારે દર્શકો રણવીર અને આલિયાની ફિલ્મને પણ જોઈ રહ્યા છે. આ ફિલ્મે સોમવાર એટલે કે ૧૮મા દિવસે ૨.૬૫ કરોડની સાથે ટોટલ ૧૩૩.૪૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.