તાજેતરના એક ઇન્ટરવ્યુ અમીષા પટેલે ખુલાસો કર્યો હતો કે કરીના કપૂરે `કહો ના પ્યાર હૈ` કરવાની ના પાડી ન હતી. બલ્કે દિગ્દર્શક રાકેશ રોશને તેને ફિલ્મ છોડવા માટે કહ્યું હતું.
કરીના કપૂર અને અમીષા પટેલ
બૉલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ (Ameesha Patel)આ દિવસોમાં તેની ફિલ્મ `ગદર 2`ને લઈને ચર્ચામાં છે. તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ કમાણી કરી રહી છે. એક તરફ અનિલ શર્મા સાથે તેમનું શાબ્દિક યુદ્ધ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. તો બીજી તરફ અમીષાએ પોતાની ડેબ્યૂ ફિલ્મ `કહો ના પ્યાર હૈ`ને લઈને કરીના કપૂરના નીકળવા પાછળનો મોટો ખુલાસો કર્યો છે.
`ગદર 2` ફિલ્મના 23માં દિવસે પણ દર્શકોમાં તારા સિંહ અને સકીનાનો ક્રેઝ ઓછો થતો જણાતો નથી. આ ફિલ્મે અત્યાર સુધીમાં ટિકિટ વિન્ડો પર 493.65 કરોડ રૂપિયાનું ધૂમ કલેક્શન કર્યું છે. અનિલ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ટૂંક જ સમયમાં 500 કરોડની ક્લબમાં સામેલ થવા જઈ રહી છે. આ સાથે જ ફિલ્મની લીડ એક્ટ્રેસ અમીષા પટેલ પણ પોતાના નિવેદનોને કારણે ઘણી ચર્ચામાં છે.
ADVERTISEMENT
અમીષા પટેલ અને રિતિક રોશને વર્ષ 2000માં ફિલ્મ `કહો ના પ્યાર હૈ`થી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. તાજેતરના એક ઇન્ટરવ્યુ અમીષા પટેલે ખુલાસો કર્યો હતો કે કરીના કપૂરે (Kareena Kapoor) `કહો ના પ્યાર હૈ` કરવાની ના પાડી ન હતી. બલ્કે દિગ્દર્શક રાકેશ રોશને તેને ફિલ્મ છોડવા માટે કહ્યું હતું.
રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ માટે હૃતિકની (Hrithik Roshan) સામે કરિના કપૂરએ પ્રથમ પસંદગી હતી પરંતુ અચાનકથી કરીનાનું સ્થાન અમીષાએ લઈ લીધું. આ જ વાતને લઈને ઇન્ટરવ્યુમાં અમીષાએ દાવો કર્યો છે કે રાકેશ રોશને તેને કહ્યું હતું કે તેઓએ કરીનાને ફિલ્મ છોડવા માટે કહ્યું હતું. રાકેશ રોશનનું આ પાછળનું કારણ એટલું જ હતું કે તેમની વચ્ચે કેટલાક મતભેદ હતા.
અમીષા પટેલ જણાવે છે કે જ્યારે ફિલ્મ છોડવા કહેવામાં આવ્યું ત્યારે વાસ્તવમાં અભિનેત્રીએ પીછેહઠ કરી ન હતી. અભિનેત્રી અમીષા પટેલ વધુમાં જણાવે છે કે, "ફિલ્મમાંથી કરીનાની વિદાય પછી પિંકી રોશન (હૃતિકની માતા)ને મોટો આંચકો લાગ્યો કારણ કે ફિલ્મમાં કરોડોનું રોકાણ કરવામાં આવ્યું હતું. સેટ લગભગ સંપૂર્ણ રીતે તૈયાર કરી લેવામાં આવ્યો હતો અને ત્રણ દિવસમાં ફિલ્મની મુખ્ય અભિનેત્રી `સોનિયા`ને શોધવાની હતી. તેઓએ કહ્યું કે તે હૃતિકની પ્રથમ ફિલ્મ હોવાથી બધા જ લોકો ખરેખર તણાવમાં હતા.
અમીષા પટેલે વધુ ખુલાસો કર્યો હતો કે, “પિંકી આન્ટીએ મને કહ્યું હતું કે જે દિવસે રાકેશે મને લગ્નમાં જોઈ હતી ત્યારે તે આખી રાત ઊંઘી શકી નહોતો. રાકેશે ત્યારે એમ કહ્યું હતું કે, મને મારી સોનિયા મળી ગઈ છે, પણ મને આશા છે કે તે હા કહેશે. અન્ય એક ઇન્ટરવ્યુમાં અમીષાએ કહ્યું હતું કે ગદરના ડિરેક્ટર અનિલ શર્મા સાથે તેના સંબંધો ક્યારેય સારા નહોતા.