`ગદર 2` (Gadar 2 ) ફિલ્મની સક્સેસ માણી રહેલા અભિનેતા સની દેઓલ (Sunny deol bunglow auction)ને અચાનક ઝટકો લાગ્યો, જ્યારે તેના બંગલાને હરાજી કરવાની નોટિસ મળી. પરંતુ આ નોટિસ બેન્કે પાછી ખેંચી લીધી છે.
સની દેઓલ
સની દેઓલના બંગલા (Sunny Deol Bunglow Auction)ની હવે હરાજી નહીં થાય. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે `ગદર 2` (Gadar 2) એક્ટર સની દેઓલના જુહુ વિલાની હરાજી થવા જઈ રહી છે. આ વિલાનું નામ સની વિલા છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે સની દેઓલ પર 56 કરોડ રૂપિયાનું દેવું છે. આ લોન અને વ્યાજની વસૂલાત માટે બેંક ઓફ બરોડા દ્વારા તેમના સની વિલાની હરાજી કરવામાં આવી રહી છે. હરાજીની તારીખ પણ સામે આવી ગઈ હતી, જેની જાહેરાત પણ અખબારોમાં આપવામાં આવી રહી હતી. તે મુજબ 25 સપ્ટેમ્બરે રૂ. 51.43 કરોડની અનામત કિંમતે હરાજી શરૂ થવાની હતી. પરંતુ હવે 24 કલાકની અંદર બેંકે પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે. બેંક ઓફ બરોડાએ સની દેઓલની પ્રોપર્ટીની હરાજી પર પ્રતિબંધ લગાવી દીધો છે.
સની દેઓલના બંગલાની હરાજી પર પ્રતિબંધ
ADVERTISEMENT
હા, હવે ગદર 2 અભિનેતા સની દેઓલના બંગલાની હરાજી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને ખુદ બેંક ઓફ બરોડાએ અખબારમાં એક જાહેરાત દ્વારા આ માહિતી આપી છે. અખબારમાં પ્રકાશિત નોટિફિકેશનમાં લખવામાં આવ્યું છે કે સની દેઓલના બંગલાની હરાજી માટે અખબારમાં આપવામાં આવેલી નોટિસ કેટલાક ટેકનિકલ કારણોસર પાછી ખેંચવામાં આવી રહી છે. તેની સાથે આ એડમાં સની દેઓલનું નામ અને તેના ઘરનું સરનામું પણ લખેલું જોવા મળે છે.
સનીએ બેંકમાં 56 કરોડ રૂપિયા ચૂકવી દીધા?
નોંધનીય છે કે આ વિલાની રિકવરી માટે સનીને બેંકને 56 કરોડ રૂપિયા આપવાના હતા, તેણે આ ચૂકવણી કરી હશે, ત્યારબાદ બેંક દ્વારા તેના ઘરની હરાજી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સની દેઓલનો વિલા મુંબઈના ગાંધી ગ્રામ રોડ પર આવેલો છે. તેના બાંયધરી તરીકે તેના પિતા ધર્મેન્દ્ર (Dharmendra)નું નામ સામેલ છે.
ઘાયલ: વન્સ અગેઈન` બાદ સપડાયા આર્થિક પરિસ્થિતિમાં
2016માં રિલીઝ થઈ સની દેઓલની ફિલ્મ ઘાયલની સીક્વલ `ઘાયલ: વન્સ અગેઈન`ના નિર્માણ અને રિલીઝ દરમિયાન સની દેઓલ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા અને તે દરમિયાન આ પ્રકારના સમાચાર આવ્યા હતા કે સની દેઓલ ફિલ્મની રિલીઝને લઈને સની સુપર સાઉન્ડને મોર્ટગેજ રાખી દીધો છે. જો કે, તે સમયે તેમના મેનેજરે આ સમાચારને ફગાવી દીધા હતા. `ઘાયલ-વન્સ અગેન`માં ઑફિશિયલ નિર્માતા તરીકે ધર્મેન્દ્રનું નામ આપવામાં આવ્યું હતું. જ્યારે સની દેઓલ આ ફિલ્મના નિર્માણ સિવાય ફિલ્મને ડિરેક્ટ પણ કરી હતી.