વિશાલ ભારદ્વાજનું કહેવું છે કે બહુ જલદી હવે બે કલાકની ફિલ્મને પણ આઇફોન પર શૂટ કરવામાં આવશે.
વિશાલ ભારદ્વાજ
વિશાલ ભારદ્વાજનું કહેવું છે કે બહુ જલદી હવે બે કલાકની ફિલ્મને પણ આઇફોન પર શૂટ કરવામાં આવશે. તેમણે હાલમાં ૩૦ મિનિટની એક શૉર્ટ ફિલ્મ બનાવી છે જેને આઇફોન14 પ્રોમાં શૂટ કરવામાં આવી હતી. આ શૉર્ટ ફિલ્મનું નામ ‘ફુરસત’ છે જેમાં ઈશાન ખટ્ટર અને વામિકા ગબ્બીએ કામ કર્યું છે. આ વિશે વાત કરતાં વિશાલ ભારદ્વાજે કહ્યું કે ‘ફક્ત શૉર્ટ ફિલ્મો જ નહીં, મને લાગે છે કે આઇફોન હવે ફુલ ફીચર ફિલ્મ બનાવવા માટે પણ તૈયાર છે. આઇફોન14 પ્રોમાં ઍક્શન મોડમાં જે સ્ટેબિલાઇઝેશન છે એ ગજબનું છે. સિનેમૅટિક મોડ એટલે કે અમારી ભાષામાં કહીએ તો શિફ્ટ ફોકસ મોડ પણ એક ઇન્ટેલિજન્ટ ફીચર છે. ખાસ વાત તો એ છે કે શૂટ કરી લીધા બાદ પણ સિનેમૅટિક ટૂલનો ઉપયોગ કરી શકાય છે. આ એક ખૂબ સારું ડિવાઇસ છે અને એને કારણે શૂટિંગ માટેની આખી ટીમને હાયર કરવાની ઝંઝટમાંથી છુટકારો મળી જાય છે. તમારી પાસે જો આ ડિવાઇસ હોય તો હવે ફક્ત એક સારા કન્ટેન્ટની જ જરૂર છે.’