સિદ્ધાર્થ શુક્લાના અકાળ અવસાનથી તે માનસિક રીતે પડી ભાંગી હતી
શહનાઝ ગિલ
શહનાઝ ગિલે જણાવ્યું છે કે તે સલમાન ખાન પાસેથી શીખી છે કે જીવનમાં કઈ રીતે આગળ વધવું જોઈએ. ‘બિગ બૉસ 13’ દ્વારા તેણે ખાસ્સી એવી પ્રસિદ્ધિ મેળવી હતી. આ રિયલિટી શોમાં સિદ્ધાર્થ શુક્લા સાથેના તેના રિલેશન પણ ટૉક ઑફ ધ ટાઉન બન્યા હતા. આજે તે ફૅન્સની ફેવરિટ સેલિબ્રિટી બની ગઈ છે. તેની ક્યુટનેસ પર લોકો ફિદા છે. જોકે તેની લાઇફમાં ગયા વર્ષે જે અણધાર્યો વળાંક આવ્યો છે એનાથી તો સૌકોઈ હચમચી ગયા છે. સિદ્ધાર્થ શુક્લાના અકાળ અવસાનથી તે માનસિક રીતે પડી ભાંગી હતી. હવે તે ધીમે-ધીમે આગળ વધી રહી છે. તે સલમાન ખાન સાથે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં દેખાવાની છે. સલમાન પાસેથી શું શીખી છે એ વિશે શહનાઝે કહ્યું કે ‘ભૂતકાળમાં શું કામ જીવવાનું? લાઇફમાં આગળ વધો. સલમાન પાસેથી જીવનમાં આગળ વધવાનું હું શીખી છું.’

