‘જવાન’ને લઈને વિવિધ ચર્ચાઓ ચાલતી રહે છે. માત્ર એટલી જ જાણ થઈ છે કે આ ફિલ્મમાં શાહરુખ ડબલ રોલમાં દેખાશે
ફાઇલ તસવીર
શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘જવાન’ અમિતાભ બચ્ચનની ‘આખરી રાસ્તા’ અને કમલ હાસનની ‘ઓરુ કૈધિયીન ડાયરી’ પરથી પ્રેરિત હોવાનું મનાય છે. ‘જવાન’ને લઈને વિવિધ ચર્ચાઓ ચાલતી રહે છે. માત્ર એટલી જ જાણ થઈ છે કે આ ફિલ્મમાં શાહરુખ ડબલ રોલમાં દેખાશે. ‘આખરી રાસ્તા’માં અમિતાભ બચ્ચન અને ‘ઓરુ કૈધિયીન ડાયરી’માં કમલ હાસન ડબલ રોલમાં હતા. સ્ટોરીની વાત કરીએ તો ફિલ્મનો પ્લૉટ પણ એ ફિલ્મો જેવો જ રહેશે. ‘જવાન’ને ઍટલી બનાવી રહ્યો છે. જોકે આ કોઈ રીમેક નથી, પરંતુ માત્ર એના પરથી પ્રેરણા લેવામાં આવી છે. ફિલ્મની સ્ટોરી દર્શકો માટે નવી હશે એવો મેકર્સનો દાવો છે. ‘જવાન’ આ વર્ષે બીજી જૂને રિલીઝ થવાની છે.