હાથરસ ગેંગરેપઃ સેલેબ્ઝનો ગુસ્સો સોશ્યલ મીડિયામાં દેખાયો
પ્રતીકાત્મક તસવીર
ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં ગેંગરેપનો ભોગ બનેલી દલિત છોકરી અંતે જીવનની જંગમાં હારી ગઈ છે. મંગળવારે મધરાતે ત્રણ વાગ્યે તેણે દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં જીવ ગુમાવી દીધો છે. 14 સપ્ટેમ્બરે ગેંગરેપ પછી બદમાશોએ તેની જીભ કાપી નાખી હતી અને કરોડરજ્જુનું હાડકું તોડી નાખ્યું હતું. તે બાજરીના ખેતરમાં બેભાન હાલતમાં મળી આવી હતી. આખો દેશ આ ઘટનાથી રોષે ભરાયેલો છે. સેલેબ્ઝે પણ સોશ્યલ મીડિયામાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
Angry & Frustrated!Such brutality in #Hathras gangrape.When will this stop?Our laws & their enforcement must be so strict that the mere thought of punishment makes rapists shudder with fear!Hang the culprits.Raise ur voice to safeguard daughters & sisters-its the least we can do
— Akshay Kumar (@akshaykumar) September 29, 2020
ADVERTISEMENT
અભિનેતા અક્ષય કુમારે કહ્યું કે, ક્રોધિત અને હતાશ! હાથરસમાં ગેંગરેપમાં આવી ક્રૂરતા. ક્યારે બંધ થશે? આપણા કાયદા અને તેના અમલ માટે એટલા કડક હોવા જોઈએ કે સજા વિશે વિચાર કરીને જ બળાત્કારીઓ ડરી જાય. ગુનેગારોને ફાંસીએ લગાવો. દીકરીઓ અને બહેનોનાં રક્ષણ માટે તમારો અવાજ ઉઠાવો, ઓછામાં ઓછું આપણે આ કરી શકીએ છીએ.
The culprits of this brutality & horrific crime should be hanged in public. #Hathras https://t.co/KHCnLqtGOh
— Riteish Deshmukh (@Riteishd) September 29, 2020
રિતેશ દેશમુખે પણ કહ્યું કે, જે પણ દોષી છે તેને જાહેરમાં જ ફાંસી આપવી જોઈએ.
સુત્રોએ આપેલી માહિતી મુજબ, પીડિતાના પિતાનું કહેવું છે કે, આ લોકો તેમના ગામના ઠાકુર છે. આ લોકોએ તેમની દીકરી સાથે ખરાબ વર્તન કર્યું એ પહેલાં તેમના પિતા સાથે પણ મારઝૂડ કરી હતી. તેમની આંગળીઓ પણ કાપી નાખવામાં આવી હતી. આરોપીઓની માનસિકતા પહેલેથી આવી જ છે.
#JusticeForHathrasVictim ? everyone deserves to live with dignity. Punish the perpetrators.
— TheRichaChadha (@RichaChadha) September 29, 2020
અભિનેત્રી રિચા ચડ્ડાએ કહ્યું કે, દરેકને પ્રતિષ્ઠા સાથે જીવવાનો હક છે. આરોપીને સજા આપો.
? Sad sad day. How much longer can this be allowed to go on .. #Hathras
— Farhan Akhtar (@FarOutAkhtar) September 29, 2020
એક્ટર અને ડાયરેક્ટર ફરહાન અખ્તરે કહ્યું કે, આ દુઃખી દિવસ છે. ક્યા સુધી આ બધુ ચાલવા દેશો.
हाथरस के घिनौने, दिल को दहला देने वाले सामूहिक बलात्कार की पीड़िता.. एक और निर्भया ने आज सुबह दम तोड़ दिया.. हमारी हैवानियत का कोई अंत नहीं है। हम एक बीमार अमानवीय समाज बन चुके हैं।। शर्मनाक. दुःखद
— Swara Bhasker (@ReallySwara) September 29, 2020
???? #JusticeForHathrasVictim
એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે, આજે સવારે હજી એક નિર્ભયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આપણી હૈવાનિયતનો કોઈ અંત નથી. આપણે એક બિમાર અમાનવિય સમાજ બની ગયા છીએ.
Tried really hard to gather my thoughts before expressing my sorrow, anger & disgust. It’s 2020 & still so many Nirbhayas have to give their lives. Can’t imagine the pain she must have endured & her family. Praying for severe punishment & justice
— Yami Gautam (@yamigautam) September 29, 2020
#RIPManishaValmiki
યામી ગૌતમે કહ્યું કે, મારો ગુસ્સો, શોક, નફરત વ્યક્ત કરતા માટે હું વિચારીને થાકી છું. આ 2020 છે અને હજી પણ ઘણી નિર્ભયા પોતાનો જીવ ગુમાવે છે. હું વિચારી પણ નથી શકતી કે આ છોકરી અને તેના કુટુંબે કેટલી પિડા સહન કરવી પડી હશે. પ્રાર્થના કરું છું કે આરોપીને સજા મળે.

