આ ફિલ્મ યુકેના બિગ કૅટ પ્રોડક્શન્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે, જેનું શૂટિંગ હાલમાં લંડનમાં ચાલી રહ્યું છે.
ફ્રેડી દારૂવાલા
ફ્રેડી દારૂવાલા ‘આઇના’ દ્વારા હવે તેનો ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. તેણે ‘હૉલિડે’, ‘ફોર્સ 2’, ‘કમાન્ડો 2’, ‘ધારાવી બૅન્ક’ અને ‘ક્રૅકડાઉન’માં કામ કર્યું છે. તે હવે ‘આઇના’ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મની સ્ટોરી ટેરરિઝમમાં બાળકોની સંડોવણી કરવામાં આવે છે અને એની તેમના પર કેવી ટ્રૉમેટિક અસર પડે છે એ ગ્લોબલ ઇશ્યુ પર બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મ યુકેના બિગ કૅટ પ્રોડક્શન્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે, જેનું શૂટિંગ હાલમાં લંડનમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં તે ઝહાનનું પાત્ર ભજવી રહ્યો છે. આ વિશે ફ્રેડીએ કહ્યું કે ‘એક ઍક્ટર માટે સ્ટ્રૉન્ગ મેસેજવાળી ફિલ્મ અને એમાં પણ પાત્રની જે ડીટેલ અને કૉમ્પ્લેક્સિટી છે એને જોઈને હું આ ફિલ્મ કોઈ પણ શરતે છોડી શકું એમ નથી. દરરોજ સેટ પર મારે મારા પાત્રને જસ્ટિસ આપવો પડે છે. એક ઍક્ટર તરીકે મારે પાત્રના ભૂતકાળના અનુભવને લઈને તેની લાઇફના પર્સ્પેક્ટિવને સમજવું જરૂરી છે. મારી ઍક્ટિંગ અને મારા પાત્રની કૉમ્પ્લેક્સિટીને લોકો સમક્ષ દેખાડવા માટે આતુર છું.’ઇન્ડિયન સિનેમાના અને ઇન્ટરનૅશનલ ફિલ્મ પ્રોડક્શન વચ્ચેના તફાવતને લઈને ફ્રેડીએ કહ્યું કે ‘એમાં ઓછાં સૉન્ગ અને ડાન્સ હોય છે, પરંતુ દુનિયાના અલગ-અલગ ખૂણાના લોકો સાથે મળીને તેમની કળાની મદદથી તેઓ જે રીતે કામ કરે છે એ જોવાની ખૂબ જ મજા આવી. જર્મન ડિરેક્ટર માર્કસ મેરિડ્ટની ફિલ્મમાં રિચા ચઢ્ઢા અને બ્રિટિશ ઍક્ટર વિલિયમ મોસલી પણ જોવા મળશે.’