‘હડ્ડી’માં ટ્રાન્સજેન્ડરના રોલ માટે તૈયાર થવામાં તેને આટલો સમય લાગતો હતો
નવાઝુદ્દીન સિદ્દીકી ઇન હડ્ડી
નવાઝુદ્દીન સિદ્દીકીને ‘હડ્ડી’માં ટ્રાન્સજેન્ડરના રોલ માટે તૈયાર થવામાં ત્રણ કલાકનો સમય લાગતો હતો, એથી તેણે જણાવ્યું કે તેની કરીઅરમાં પહેલી વખત તે સતત ત્રણ કલાક સુધી ચૅર પર બેઠો રહ્યો હતો. આ ફિલ્મ માટે તેણે ટ્રાન્સજેન્ડર સાથે સમય પસાર કર્યો હતો અને તેમની લાઇફને નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે. પોતાના રોલ વિશે નવાઝુદ્દીને કહ્યું કે ‘એક આર્ટિસ્ટ તરીકે હું હંમેશાં એવા રોલની શોધમાં રહું છું જેના માટે હું મારી સીમાને ઓળંગી શકું. મારી કરીઅરમાં પહેલી વખત એવું બન્યું કે એક્સપર્ટ મારા જાદુઈ લુક પર કામ કરતા હોવાથી હું પહેલી વખત સતત ત્રણ કલાક સુધી ચૅર પર બેઠો હતો. એ લુકે મને એ રોલને નેક્સ્ટ લેવલ સુધી લઈ જવામાં મદદ કરી હતી. ‘હડ્ડી’ને કારણે કલ્પના પણ ન કરી શકો એ હદે મને ચૅલેન્જ મળી હતી. દર્શકો એને જોઈને શું રીઍક્ટ કરશે એ જાણવા માટે હું ઉત્સુક છું.’