થપ્પડ મારવા અને અપશબ્દો બોલવાના આરોપમાં મહેશ માંજરેકર વિરુદ્ધ FIR દાખલ
મહેશ માંજરેકર (તસવીર સૌજન્ય મિડ-ડે)
બૉલીવુડમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. અભિનેતા મહેશ માંજરેકર વિરુદ્ધ પુણેના એક પોલીસ સ્ટેશનમાં FIR નોંધ કરવામાં આવી છે. મહેશ માંજરેકર પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે એક વ્યક્તિને થપ્પડ મારી અને સાથે જ ગાળો પણ દીધી છે.
ઘટના 15 જાન્યુઆરીની કહેવામાં આવી રહી છે જ્યારે એક કાર એક્સીડેન્ટ બાદ મહેશ માંજરેકર દ્વારા કહેવાતી રીતે એક માણસને થપ્પડ મારી દીધી છે. પુણેના યાવત પોલીસ સ્ટેશનમાં નોન-કૉગ્નીઝેબલ ઑફેન્સ માટે મહેશ માંજરેકર પર FIR દાખલ કરવામાં આવી છે. આને લઇને સમાચાર એજન્સી ANIએ એક ટ્વીટ પણ કર્યું છે.
ADVERTISEMENT
એક્ટર મહેશ માંજરેકર બહુમુખી પ્રતિભાશાળી છે. તેમને બૉલીવુડના બહેતરીન કલાકારોમાંના એક માનવામાં આવે છે. તેમણે એક્ટિંગ, ડાયરેક્શન, રાઇટિંગથી લઈને પ્રૉડક્શન સુધીમાં કામ કર્યું છે. મહેશ પોતાની ફિલ્મોમાં નેગેટિવ રોલ માટે ઓળખવામાં આવે છે. તે પહેલી વાર દૂરદર્શનની મરાઠી સીરિઝ ક્ષિતિજમાં જોવા મળ્યા હતા. આમાં તેમણે એક કુષ્ઠ રોગીનું પાત્ર ભજવ્યું હતું.
સલમાન ખાનની ચર્ચિત ફિલ્મોમાંની એક દબંગમાં મહેશ માંજરેકરે એક ભ્રષ્ટ પોલીસવાળાનું પાત્ર ભજવ્યું હતું. જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું. તેમની દીકરી સઈ માંજરેકરે પણ સલમાન ખાનની ફિલ્મ દબંગ-3 દ્વારા પોતાનો ડેબ્યૂ કર્યો હતો. ખાસ વાત એ છે કે ફિલ્મમાં સંજય માજરેકરે પણ એક પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં મહેશ માંજરેકરે સોનાક્ષીના પિતા બન્યા હતા.

