ગણેશ આચાર્યને (Ganesh Acharya) ગોમતીનગર પોલીસે (Gomtinagar Police) દગાખોરી (Fraud) અને ષડયંત્ર મામલે આરોપી ઠેરવ્યા છે. 31 ઑક્ટોબરના ગોમતીનગર થાણામાં દાખલ એફઆઇઆરમાં (FIR) ગણેશ આચાર્યનું (Ganesh Acharya) નામ પણ નોંધવામાં આવ્યું છે.
ગણેશ આચાર્ય (ફાઈલ તસવીર)
બૉલિવૂડના (Bollywood) કોરિયોગ્રાફર (Choreographer) તેમજ એક્ટર (and Actor) ગણેશ આચાર્યને (Ganesh Acharya) ગોમતીનગર પોલીસે (Gomtinagar Police) દગાખોરી (Fraud) અને ષડયંત્ર મામલે આરોપી ઠેરવ્યા છે. 31 ઑક્ટોબરના ગોમતીનગર થાણામાં દાખલ એફઆઇઆરમાં (FIR) ગણેશ આચાર્યનું (Ganesh Acharya) નામ પણ નોંધવામાં આવ્યું છે. આ એફઆઇઆરમાં `દેહાતી ડિસ્કો` ફિલ્મના પ્રૉડ્યૂસર કમલ કિશોર વિરુદ્ધ નોંધવામાં આવી હતી. પીડિતે પોતાની ફરિયાદમાં ગણેશ આચાર્યનું નામ પણ લખ્યું હતું. પણ પોલીસે એફઆઇઆરમાં તેમનું નામ નોંધ્યું નહોતું. પછીથી પોલીસે ગણેશ આચાર્યનું આ મામલે નામ નોંધ્યું.
કેટરિંગના વેપારીએ નોંધાવ્યો હતો રિપૉર્ટ
30 ઑક્ટોબરના માનકનગરના રહેવાસી મધુસૂદન રાવે ગોમતીનગર એલ્ડિકો રહેવાસી ફિલ્મ પ્રૉડ્યૂસર કમલ કિશોર વિરુદ્ધ દગાખોરી, ષડયંત્ર રચવા અને ધમકાવવાનો રિપૉર્ટ નોંધાવ્યો હતો. પીડિતનો આરોપ હતો કે તેણે `દેહાતી ડિસ્કો` નામની ફિલ્મના શૂટિંગ દરમિયાન કેટરિંગનું સંપૂર્ણ કામ કર્યું હતું. આ દરમિયાન તેમનું 7.37 લાખ રૂપિયાનું પેમેન્ટ થતું હતું, જે ફિલ્મ પ્રૉડ્યૂસર કમલ કિશોરે આપ્યું નહોતું. આરોપ એ પણ હતો કે પૈસા ફરી માગવા પર કમલ કિશોરે પીડિતને ધમકાવ્યો પણ હતો.
ADVERTISEMENT
ફરિયાદમાં હતું ગણેશ આચાર્યનું નામ
એડીસીપી પૂર્વી અલી અબ્બાસે જણાવ્યું કે મધુસૂદન રાવે પોતાની ફરિયાદમાં એ આરોપ મૂક્યો હતો કે તેમને કેટરિંગનું કામ ગણેશ આચાર્યએ અપાવ્યું હતું. કામ પૂરું થયા બાદ તેમણે પેમેન્ટ આપ્યું નહીં. પીડિતનો આરોપ હતો કે પેમેન્ટ ન થવા પર ગણેશ આચાર્ય અને ફિલ્મના પ્રૉડ્યૂસર કમલ કિશોરે પોતાનો મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો હતો. પીડિતે તેમના પર એ આરોપ મૂક્યો હતો કે ગણેશ આચાર્ય અને કમલ કિશોરે મળીને તેમના પૈસા પડાવી લીધા.
આ પણ વાંચો : પ્રમોશન માટે કંઈ પણ..!અભિનેત્રીના પગનું મસાજ કરતા રામ ગોપાલ વર્માનો ફોટો વાયરલ
5 નવેમ્બરના ગણેશનું નામ વધારવામાં આવ્યું
એડીસીપીએ જણાવ્યું કે પીડિતની ફરિયાદ બાદ ફિલ્મ પ્રૉડ્યૂસર કમલ કિશોરનું નામ નોંધવામાં આવ્યું હતું, જ્યારે ગણેશ આચાર્યનું નામ ભૂલથી નોંધવામાં આવ્યું નથી. ફરિયાદની શરૂઆતમાં 5 નવેમ્બરે ગણેશ આચાર્યના નામ કેસમાં પાછળથી જોડવામાં આવ્યું. એડીસીપીએ જણાવ્યું કે હવે તેમની આ મામલે ભૂમિકાની તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો : દિલ્હી હાઈ કોર્ટની માફી માગી વિવેક અગ્નિહોત્રીએ
કમલ કિશોરની શોધમાં મુંબઈ પહોંચશે પોલીસ
એડીસીપી પૂર્વીએ જણાવ્યું કે `દેહાતી ડિસ્કો` નામની ફિલ્મના પ્રૉડ્યૂસર કમલ કિશોર વિરુદ્ધ ગોમતીનગર થાણામાં દગાખોરી અને ષડયંત્રખોરીના પાંચ કેસ નોંધાયેલા છે. બુધવારે ગોમતીનગર પોલીસની એક ટીમ કમલ કિશોરની શોધમાં મુંબઈ મોકલવામાં આવી.

