વર્તમાનમાં હીરો-હિરોઇનના ફૉર્મ્યુલાવાળી ફિલ્મો નથી ચાલતી : નવાઝુદ્દીન
વર્તમાનમાં હીરો-હિરોઇનના ફૉર્મ્યુલાવાળી ફિલ્મો નથી ચાલતી : નવાઝુદ્દીન
નવાઝુદ્દીન સિદ્દીકીનું કહેવું છે કે વર્તમાનમાં હીરો-હિરોઇનના ફૉર્મ્યુલાવાળી ફિલ્મોનું ચલણ નથી રહ્યું. નવાઝુદ્દીન તેના અભિનય અને ફિલ્મોને કારણે ખાસ્સો લોકપ્રિય પણ છે. હાલના સમયમાં ફિલ્મોનો જે ટ્રેન્ડ બદલાયો છે એને જોતાં નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘લૉકડાઉન દરમ્યાન વર્લ્ડ સિનેમા જોયા બાદ મને અહેસાસ થયો છે કે હવે ફિલ્મોમાં હીરો-હિરોઇનના ફૉર્મ્યુલાથી આગળ વધવાનો સમય આવી ગયો છે. ડિજિટલ મીડિયા એક વરદાન તરીકે કામ કરે છે. આ એક ડેમોક્રેટિક પ્લૅટફૉર્મ્સ છે. આશા રાખું છું કે લોકો આ પ્લૅટફૉર્મ્સનો ઉપયોગ સારી કન્ટેન્ટને જોવા માટે કરે. તમને કોઈ ચોક્કસ પ્રકારની ફિલ્મો જોવી ગમતી હોય તો એમાં કોઈ વાંધો નથી. જોકે સાથે-સાથે તમને અન્ય કન્ટેન્ટ પણ જોવા જોઈએ. મને એવું લાગે છે કે ચોક્કસ પ્રકારની ફૉર્મ્યુલાવાળી ફિલ્મો જોયા બાદ તમારું માઇન્ડ વિકસિત નહીં થાય. તમારી જાતને શિક્ષિત કરવાની ખૂબ જરૂર છે. મને લાગે છે કે એ ત્યારે જ શક્ય છે જ્યારે તમે અસરકારક, નવી અને ઇનોવેટિવ ફિલ્મો જોશો. જો લોકો સિનેમા જોવાની તેમની ટેવ નહીં બદલે તો કંઈ નથી થવાનું. ફૉર્મ્યુલાવાળી ફિલ્મો જોયા કરો અને ઝોમ્બી બનતા જાઓ.’

