બૉમ્બે હાઈ કોર્ટના જજ ગૌતમ પટેલનું કહેવું છે કે ‘સિંઘમ’ જેવી ફિલ્મો સોસાયટીને ડેન્જરસ મેસેજ આપે છે. તેમનું કહેવું છે કે આ પ્રકારની ફિલ્મોમાં ઇન્સ્ટન્ટ જસ્ટિસ આપવામાં આવે છે
ફાઇલ તસવીર
બૉમ્બે હાઈ કોર્ટના જજ ગૌતમ પટેલનું કહેવું છે કે ‘સિંઘમ’ જેવી ફિલ્મો સોસાયટીને ડેન્જરસ મેસેજ આપે છે. તેમનું કહેવું છે કે આ પ્રકારની ફિલ્મોમાં ઇન્સ્ટન્ટ જસ્ટિસ આપવામાં આવે છે અને પોલીસ કાયદાની યોગ્ય પ્રોસેસનો અમલ નથી કરતા એને કારણે ખોટો મેસેજ જાય છે. ઇન્ડિયન પોલીસ ફાઉન્ડેશન દ્વારા એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં જજ ગૌતમ પટેલે સ્પીચ આપતાં કહ્યું હતું કે ‘સિંઘમ’ના ક્લાઇમૅક્સ દૃશ્યમાં દેખાડવામાં આવ્યું હતું કે પૉલિટિશ્યન પ્રકાશ રાજ પર આખી પોલીસ ફોર્સ ચડી બેસે છે અને દેખાડવામાં આવે છે કે ન્યાય આપવામાં આવ્યો છે. હું પૂછું છું કે ખરેખર આપવામાં આવ્યો છે? આ ખૂબ ડેન્જરસ મેસેજ છે. આજે બળાત્કારનો આરોપી ભાગવાની કોશિશ કરે તો તેનું એન્કાઉન્ટર કરવામાં આવે છે. આ યોગ્ય છે કે નહીં એ તો દૂરની વાત, પરંતુ લોકો એને સેલિબ્રેટ કરે છે. તેમને લાગે છે કે ન્યાય આપવામાં આવ્યો, પરંતુ શું ખરેખર એ ન્યાય હતો?