વિવેક અગ્નિહોત્રી આઇસીસીઆરનો કલ્ચરલ રેપ્રેઝન્ટેટિવ બન્યો
વિવેક અગ્નિહોત્રી
ઇન્ડિયન કાઉન્સિલ ફૉર કલ્ચરલ રિલેશન્સના રેપ્રેઝન્ટેટિવ તરીકે વિવેક અગ્નિહોત્રીને પસંદ કરવામાં આવ્યો છે. મૌલાના અબ્દુલ કલામ આઝાદ દ્વારા 1950માં આઇસીસીઆરની શોધ કરવામાં આવી હતી. ઇન્ડિયાના એક્સટર્નલ કલ્ચરલ પ્રોગ્રામમાં પૉલિસી બનાવવી અને પ્લાન યોગ્ય રીતે કામ કરે છે કે નહીં એ જોવાનું કામ આઇસીસીઆર કરે છે. બે દેશ વચ્ચેના કલ્ચરલ રિલેશન બાંધવાનું કામ પણ તેમનું છે. આ વિશે વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું કે ‘આઇસીસીઆર દ્વારા મને પસંદ કરવામાં આવ્યો એનો મને ગર્વ છે. ઇન્ડિયાના કલ્ચરને દુનિયાભરમાં ફેલાવવા અને એમાં સિનેમાનો પણ સમાવેશ કરી લેવાનું કામ મને સોંપવામાં આવ્યું છે. ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પહેલી વ્યક્તિ તરીકે મને પસંદ કરવામાં આવ્યો હોવાની પણ મને ખુશી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મારાથી શક્ય હોય એટલી સારી રીતે હું કલ્ચરલ ઍમ્બૅસૅડર દ્વારા રીપ્રેઝન્ટ કરીશ.’

