Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કૅટરિના કૈફ અને વિકીને ફૅમિલી માને છે ફિલ્મમેકર કબીર ખાન

કૅટરિના કૈફ અને વિકીને ફૅમિલી માને છે ફિલ્મમેકર કબીર ખાન

10 April, 2023 04:04 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિકી કૌશલની ફૅમિલી સાથે પણ કબીરના પારિવારિક સંબંધો છે.

કૅટરિના કૈફ

કૅટરિના કૈફ


ફિલ્મમેકર કબીર ખાનનું કહેવું છે કે તે કૅટરિના કૈફને એક ફ્રેન્ડની સાથે જ એક ફૅમિલી પણ માને છે. કૅટરિનાનાં લગ્ન વિકી કૌશલ સાથે ૨૦૨૧માં રાજસ્થાનમાં શાહી અંદાજમાં લગ્ન કરી લીધાં હતાં. ૨૦૦૯માં આવેલી કબીર ખાનની ‘ન્યુ યૉર્ક’, ૨૦૧૨માં આવેલી ‘એક થા ટાઇગર’ અને ૨૦૧૨માં આવેલી ‘ફૅન્ટમ’માં કૅટરિનાએ કામ કર્યું હતું. વિકી કૌશલની ફૅમિલી સાથે પણ કબીરના પારિવારિક સંબંધો છે. એ વિશે કબીર ખાને કહ્યું કે ‘કૅટરિના મારા માટે એક ફ્રેન્ડ કરતાં પણ વિશેષ છે. તે એક ફૅમિલી સમાન છે. અમે ત્રણ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. અમે સાથે સમય પસાર કર્યો હતો. તેણે વિકી સાથે લગ્ન કર્યાં છે. તેઓ પણ મારા માટે એક કુટુંબ જેવાં છે. મેં વિકીના ડૅડી શામ કૌશલ સાથે છ ફિલ્મો કરી છે. વિકીનો ભાઈ સની મારી પહેલી વેબ-સિરીઝ ‘ફર્ગોટન આર્મી’માં હતો. એથી હા, હું કહી શકું છું કે કૅટરિના મારા માટે એક કુટુંબ જેવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2023 04:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK