બૉલિવૂડનો સૌથી મોટો અવોર્ડ સમારોહ ફિલ્મફેર એવૉર્ડ્સ 2024 આ વર્ષે ગુજરાતના ગાંધીનગરમાં યોજાવા જઈ રહ્યો છે. પણ આની પાછળનું કારણ તમને ખબર છે? પ્રેસ કોન્ફરન્સમાં કરણ જોહરે આ અંગે ખુલાસો કર્યો હતો.
ફિલ્મફેર વોર્ડ મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન
કી હાઇલાઇટ્સ
- ગુજરાતમાં બે દિવસ યોજાશે ફિલ્મફેર એવૉર્ડ્સ
- ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે થશે સ્ટાર્સનો જમાવડો
- ગુજરાતમાંએવૉર્ડ્સ યોજવા પાછળના કારણ અંગે કરણ જોહરે કર્યો ખુલાસો
Filmfare Awards 2024 :હિન્દી ફિલ્મ ઉદ્યોગના શ્રેષ્ઠ કલાકારો અને ટેકનિશિયનોને સન્માનિત કરવા માટે ફિલ્મફેર એવૉર્ડ્સ (Filmfare Awards 2024)આવી ગયો છે. આ વર્ષે ગુજરાત ટુરીઝમના સહયોગથી 69મો હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ 2024, ગાંધીનગર, ગુજરાત ખાતે સ્ટાર્સનો જમાવડો જોવા મળશે. આ રોમાંચક સાંજની શરૂઆત કરવા માટે ફિલ્મફેર (Filmfare Awards 2024 ) એ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં કરણ જોહર, વરુણ ધવન અને જાહ્નવી કપૂરે હાજરી આપી હતી.