આ ફિલ્મમાં રણબીર કપૂર, શ્રદ્ધા કપૂર અને ડિંપલ કાપડિયા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. હાલમાં જ દિલ્હી, મુંબઈ અને સ્પેનમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું છે.
જ્હાનવી કપૂર અને બોની કપૂર
બૉલીવૂડને કેટલીય સુપરહિટ ફિલ્મ આપનાર બોની કપૂર ( Boney Kapoor )એક લોકપ્રિય પ્રોડયુસર છે. ફિલ્મ સાથે બોની કપૂરનો ઘનિષ્ઠ નાતો છે. પરિવારને આગળ ધપાવવા માટે બોની કપૂર પોતાના સપનાં પુરા કરી શક્યા નહોતા. પરંતુ હવે લાંબા સમય બાદ પ્રોડ્યુસરે પોતાના સપનાને પાંખ આપી ઉડાન ભરવાનું નક્કી કર્યુ છે. જ્હાનવી કપૂરના પિતા હવે એક્ટિંગની દુનિયામાં પગલું માંડવા જઈ રહ્યાં છે.
પ્રોડ્યુસર બોની કપૂર ટૂંક સમયમાં જ લવ રંજનની ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યાં છે. મોટા ભાગના સ્ટાર્સને કમેરા પર એક્ટિંગ કરાવનારા બોની કપૂર હવે ખુદ એક્ટિંગ કરતા જોવા મળશે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્હાન્વીએ પોતાના પિતાને લઈ મહત્વની વાત કરી હતી.
ADVERTISEMENT
જ્હાન્વી કપૂરે કહ્યું કે, તેણીએ પોતાના પિતાને અભિનય કરવા પ્રેરિત કર્યા છે. જ્હાન્વી કપૂરે એ પણ જણાવ્યું કે જો તેમની( બોની કપૂર) પાસે પિતાનો બિઝનેસ અને ભાઈઓની કારકિર્દીને સંભાળવાની જવાબદારી ન હોત તો તે પણ એક અભિનેતા હોત.
જ્હાનવીને જ્યારે પિતાના એક્ટિંગ ડેબ્યુ વિશે જાણ થઈ ત્યારે તેણે કહ્યું કે " આ ફિલ્મમાં કામ કરો. આ ઉંમરમાં કોને કરિયરમાં કિસ્મત અજમાવાની તક મળે?" બોની કપૂરની આગામી ફિલ્મ વિશે વાત કરીએ તો આ ફિલ્મમાં રણબીર કપૂર, શ્રદ્ધા કપૂર અને ડિંપલ કાપડિયા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. હાલમાં જ દિલ્હી, મુંબઈ અને સ્પેનમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું છે.