Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મનોજ બાજપેયી સ્ટારર ફિલ્મને લઈ આસારામ ટ્રસ્ટ દ્વારા ફિલ્મ નિર્માતાને કાનુની નોટિસ

મનોજ બાજપેયી સ્ટારર ફિલ્મને લઈ આસારામ ટ્રસ્ટ દ્વારા ફિલ્મ નિર્માતાને કાનુની નોટિસ

Published : 09 May, 2023 07:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આસારામ પર આધારિત મનોજ બાજપાયી (Manoj Bajpayee)ની આગામી ફિલ્મ `સિર્ફ એક બંદા કાફી હૈ` (Sirf Ek Bandaa Kafi hai) ને લઈ આસારામ ટ્રસ્ટ દ્વારા ફિલ્મ નિર્માતાને નોટિસ

નિર્માતા આસિફ શેખ અને અભિનેતા મનોજ બાજપેયી

નિર્માતા આસિફ શેખ અને અભિનેતા મનોજ બાજપેયી


એ સમય કોઈને યાદ અપાવવાની જરૂર નથી જ્યારે સંત તરીકે ઓળખાતા આસારામના તમામ કૂકર્મો સામે આવ્યા અને તેને જેલની સજા ફટકારવામાં આવી. આ આખી ઘટના મોટા પડદા પર જોવા મળવાની છે. મનોજ બાજપાઈ (Manoj Bajpayee Film)ની આગામી ફિલ્મ આ ઘટના પર આધારિત છે. જેનું નામ `સિર્ફ એક બંદા કાફી હૈ` (Sirf Ek Bandaa Kafi Hai),ફિલ્મનું નિર્માણ  આસિફ શેખ દ્વારા કરવામાં આવ્યું છે. મનોજ બાજપાયી સ્ટારર આ ફિલ્મનું ટ્રેલર અને ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. વિવાદિત મુદ્દા પર ફિલ્મ બને અને સમસ્યા ન આવે એવું તો બને નહીં. 


આ ફિલ્મ પર આસારામના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આગામી ZEE5ની ફિલ્મ `સિર્ફ એક બંદા કાફી હૈ` ના નિર્માતાઓ અને તેના મુખ્ય લીડ મનોજ બાજપેયી (Manoj Bajpayee)ને બળાત્કારના દોષી આસારામના ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી નોટિસ મળી છે. જેમાં તેમણે ફિલ્મમાં જે રીતે આસારામને વિલનના પાત્ર તરીકે નિરુપણ કરવામાં આવ્યું તેની સામે સવાલો ઉભા કર્યા છે. તેમણે માહિતી અને પ્રસારણ મંત્રાલય અને CBFC (સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન) ને પણ નોટિસ મોકલી છે અને તેમને ફિલ્મની રિલીઝને રોકવા અને તેના ટ્રેલરને ઇન્ટરનેટ પરથી હટાવવા વિનંતી કરી છે.




 

આસારામ ટ્રસ્ટ દ્વારા નિર્માતાને પાઠવવામાં આવેલી નોટિસનો સ્ક્રિનશૉટ


આ પણ વાંચો: નક્કી થઈ ગઈ પરિણીતિ અને રાઘવ ચઢ્ઢાની સગાઈ! જાણો ક્યારે અને ક્યાં થશે રિંગ સેરેમની

ટીઝર અને ટ્રેલરનું કન્ટેન્ટ આસારામ પ્રત્યે અપમાનજનક અને અત્યંત વાંધાજનક હોવાનો ઉલ્લેખ કરીને, નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મના ટીઝર અને ટ્રેલરમાં ખૂબ જ અશ્લીલ અને દ્વેષપૂર્ણ ભાષા છે. ફિલ્મ નિર્માતા દ્વારા જે રિતે આસારામના માત્રને દર્શાવવામાં આવ્યું છે તે વાંધાજનક છે, જે તેના ધાર્મિક અને આધ્યાત્મિક પાત્રનું અપમાન છે અને તેથી તેમના લાખો અનુયાયીઓ અને ભક્તોની આસ્થા અને ભાવનાઓનું પણ અપમાન છે. ફિલ્મ તેમને નકારાત્મક પાત્ર તરીકે દર્શાવવા માંગે છે, જે ચોક્કસપણે તેમના પાત્ર, પ્રતિષ્ઠા અને સમાજમાં તથા જાહેરમાં તેમના માટે નુકસાનકારક છે. 

ફિલ્મ `સિર્ફ એક બંદા કાફી હૈ` પર મનોજ બાજપેયી મુખ્ય ભૂમિકામાં છે, કોર્ટરૂમ ડ્રામા સાચી ઘટનાઓથી પ્રેરિત છે. આસારામજી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી નિર્માતા આસિફ શેખ બેનર પ્રેક્ટિકલ પ્રોડક્શનને કાનૂની નોટિસ પ્રાપ્ત થઈ છે. નોટિસ અંગે પુષ્ટિ કરતા નિર્માતા આસિફ શેખ જણાવે છે કે મારી લીગલ ટીમ કાનૂની નોટિસનો જવાબ આપશે અને અમે કેટલાક અધિકારો મેળવી લીધા છે અને બાયોપિક તેમના પર આધારિત છે.

અહીં તમે ફિલ્મનું ટ્રેલર જોઈ શકો છો....

Whatsapp-channel Whatsapp-channel

09 May, 2023 07:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK