કોરોના સામે ઝઝૂમી રહેલા રાજીવ જલ્દી સાજા થઈ જાય તે માટે બોલીવૂડ સેલેબ્ઝે કરી પ્રાર્થના
સોફી ચૌધરી અને નિમ્રત કૌર (તસવીર સૌજન્યઃ યોગેન શાહ)
કોરોના વાયરસ (COVID-19)ની બીજી લહેરમાં અનેક બોલીવૂડ સેલેબ્ઝ ચપેટમાં આવી ગયા છે. ફિલ્મ જર્નલિસ્ટ તથા ક્રિટિક રાજીવ મસંદ (Rajeev Masand) પણ આ વાયરસના સંક્રમણનો ભોગ બન્યા છે અને તબિયત વધુ બગડતા તેમને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજીવ મસંદની તબિયત જલ્દી સારી થયા તે માટે સલેબ્ઝ પ્રાર્થના કરી રહ્યાં છે.
મળતી માહિતી પ્રમાણે રાજીવ મસંદને ગયા અઠવાડિયે કોરોનાનો ચેપ લાગ્યો હતો. શરૂઆતમાં તેઓ હોમ આઈસોલેશનમાં હતા. પરંતુ પછી તેમની તબિયત બગડી હતી. ઑક્સિજન લેવલ ડાઉન થઈ જતાં ગઈકાલે એટલે કે રવિવારએ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
મીડિયા અહેવાલો પ્રમાણે, રાજીવ મસંદની હાલત ગંભીર છે અને વેન્ટિલેટર પર રાખવાની જરુર પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
જોકે, રાજીવ મસંદના નિકટના સાથી સોમેન મિશ્રાએ કહ્યું હતું કે રાજીવ વેન્ટિલેટર પર નથી. પરંતુ તેમને એ વાત સ્વીકાર કરી હતી કે રાજીવની તબિયત એકદમ ગંભીર છે. સોમેનના મતે, હવે રાજીવની તબિયત પહેલાં કરતાં સારી છે અને જલ્દી સાજા થઈ જશે તેવી આશા છે.
રાજીવ મસંદ જલ્દી સાજા થઈ જાય તે માટે બોલીવૂડ સેલેબ્ઝ સુનીલ શેટ્ટી (Suniel Shetty), બિપાશા બાસુ (Bipasha Basu), અદિતિ રાવ હૈદરી (Aditi Rao Hydari), દિયા મિર્ઝા (Dia Mirza), રાહુલ દેવ (Rahul Dev), નિમ્રત કૌર (Nimrat Kaur), સોફી ચૌધરી (Sophie Choudry)એ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને પ્રાર્થના કરી હતી.
Dearest @RajeevMasand
— Dia Mirza (@deespeak) May 3, 2021
Praying hard. Get better soon and see this message and know that you are so loved ❤️?
Praying with all my heart for @RajeevMasand’s speedy recovery...
— Nimrat Kaur (@NimratOfficial) May 3, 2021
Get well soon @RajeevMasand ... praying for your speedy recovery ??
— Suniel Shetty (@SunielVShetty) May 2, 2021
Praying for @RajeevMasand ❤️?Durga Durga ? https://t.co/R9Ep5p5cBw
— Bipasha Basu (@bipsluvurself) May 2, 2021
Praying for you @RajeevMasand
— Swara Bhasker (@ReallySwara) May 3, 2021
????????
Wishing you a speedy recovery @RajeevMasand sir. God bless ❤️??
— Neil Nitin Mukesh (@NeilNMukesh) May 3, 2021
તમને જણાવી દઈએ કે, રાજીવ મસંદ છેલ્લાં બે દાયકાથી પણ વધુ સમયથી જર્નલિસ્ટ તરીકે કામ કરે છે. તેઓ 16 વર્ષની ઉંમરે આ ક્ષેત્રમાં આવ્યા હતા. તેમણે અનેક જાણીતા મીડિયા હાઉસ સાથે કામ કર્યું છે. વર્ષની શરૂઆતમાં રાજીવ મસંદે જર્નલિઝમને અલવિદા કહીને કરન જોહરની ધર્મા કોર્નસ્ટોન એજન્સી (DCA)માં ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે જોડાય ગયા હતા.

