જાણો કેમ 'આકાશવાણી'ની સ્ક્રીનિંગ દરમિયાન રડવા લાગી હતી Nushrat Bharucha
નુસરત ભરૂચા
ફિલ્મ અભિનેત્રી નુસરત ભરૂચાએ ખુલાસો કર્યો છે કે ફિલ્મ 'આકાશવાણી'ની સ્ક્રીનિંગ દરમિયાન એક છોકરાની વાહિયાત કમેન્ટના કારણે તે રડી પડી હતી. હવે તેણે આ આખી ઘટના વિશે જણાવ્યું છે. નુસરત ભરૂચા બૉલીવુડ એક્ટ્રેસ છે અને તેણે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
નુસરત ભરૂચાએ ફિલ્મ 'જય સંતોષી માં'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું છે. ત્યાર બાદ તે 'પ્યાર કા પંચનામા'થી લોકપ્રિય થઈ છે. આ ફિલ્મમાં તેમના સિવાય કાર્તિક આર્યન, દિવેન્દુ શર્મા, સોનાલી સહગલ અને ઈશિતા રાજ શર્માએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
ADVERTISEMENT
નુસરત ભરૂચા અને કાર્તિક આર્યને લવ રંજનની ફિલ્મ 'આકાશવાણી'માં પણ કામ કર્યું હતું. આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ફ્લૉપ થઈ ગઈ હતી. આ ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન એક છોકરાએ વાહિયાત કમેન્ટ કરી હતી. આને કારણે નુસરત ભરૂચાની આંખોમાં આંસુ આવી ગયા હતા. હવે તેણે આ અંગે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે.
View this post on Instagram
નુસરત ભરૂચાએ કહ્યું કે તે આ ફિલ્મની સ્ક્રીનિંગ માટે થિયેટરમાં પોતાના પરિવાર સાથે 'આકાશવાણી' જોવા ગઈ હતી. જોકે તેની પાછળ બેસેલા એક છોકરાએ ફિલ્મ વિશે અભદ્ર કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું, ત્યાર બાદ તે રડવા લાગી હતી. નુસરત ભરૂચા હાલ પોતાનું નવું ગીત 'સૈયાજી'ને લને ઘણી ફૅમસ થઈ રહી છે. આ ગીત યો યો હની સિંહે ગાયું છે.
નુસરત ભરૂચાએ આ ગીત વિશે જણાવ્યું હતું કે, સૈયાજી મારું તાજેતરનું ગીત છે. યો યો હની સિંહ ખૂબ જ સારું ગાય છ અને તેમણે મને ઘણા સારા ગીતમાં પ્રેઝેન્ટ કરી છે. હું હની સિંહની બહુ જ મોટી ફૅન છું અને તેમણે પોતાનું ગીત મને ગાવાની તક પણ આપી છે. તેઓ મારી સાથે ફ્રેમમાં પણ રહ્યા. મારા માટે તેની સાથે કામ કરવાનો તે એક મહાન અનુભવ રહ્યો છે. નુસરચ ભરૂચા બૉલીવુડ અભિનેત્રી છે અને તે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી ચૂકી છે.

