આ ફિલ્મમાં હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ દેખાશે
અક્ષય ઑબેરૉય
અક્ષય ઑબેરૉયનું કહેવું છે કે શાહરુખ ખાનની ‘પઠાન’ કરતાં પણ શાનદાર ઍક્શન ‘ફાઇટર’માં જોવા મળવાના છે. આ ફિલ્મમાં હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ દેખાશે. આ ફિલ્મને પણ સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરી રહ્યો છે. તેણે ‘પઠાન’ને પણ ડિરેક્ટ કરી હતી. ‘ફાઇટર’માં ઍરિયલ ઍક્શન જોવા મળશે, જે કદી પણ ભારતીય સિનેમામાં નથી જોવા મળી. રિયલ ફાઇટર જેટ્સ એમાં જોવા મળશે. ‘ફાઇટર’ અને ‘પઠાન’માં ફરક જોવા મળશે કે કેમ, કારણ કે બન્નેનો ડિરેક્ટર એક જ છે એ વિશે અક્ષય ઑબેરૉયે ક્હ્યું કે ‘કદાચ તેમણે તેમની ‘પઠાન’ના અનુભવમાંથી ઘણુંબધું લીધું હશે. એમાં ભરપૂર ઍક્શન અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ જોવા મળશે. એ જ વસ્તુ સિદ્ધાર્થને વધુ અનુભવ આપે છે. જોકે ‘ફાઇટર’માં એની સરખામણીએ ઍક્શન હેવી રહેવાની છે. મને નથી લાગતું કે તમે કદી પણ ફાઇટર જેટ્સ સાથે વાસ્તવિક દેખાતી ફાઇટ જોઈ હોય, અમારી પાસે અમેરિકાની વિઝ્યુઅલ ઇફેક્ટ્સની સ્ટ્રૉન્ગ ટીમ છે. એનું ટ્રેલર જ્યારે બહાર આવશે ત્યારે લોકો પણ એને જોઈને આકર્ષિત થઈ જશે.’